Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

કાલે દેવદિવાળી-કાર્તિકી પૂનમે યાત્રાધામ બહુચરાજી મંદિર દર્શન માટે રહેશે બંધ: યાત્રિકોની ભીડ અટકાવવા નિર્ણય

પૂનમને લઇને ભક્તોની ભીડ થતી હોવાથી કોરોના સંક્રમણ અટકાવવા મંદિર દર્શન માટે બંધ રાખવા નિર્ણંય

બહુચરાજી : કારતક મહિનાની પુનમના દિવસને દેવ દિવાળી સ્વરૂપે ઉજવવામાં આવે છે. જેને મોટી પૂનમ પણ માનવામાં આવે છે. દિવાળી એ સ્વરછતા, પ્રકાશ, આનંદ અને ઉત્સાહનું મહાપર્વ છે, અને તેના અંતિમ ચરણમાં ‘દેવદિવાળી’ આ મહાપર્વના સમાપન સ્વરૂપે ઉજવાય છે. જ્યારે આવતી કાલે દેવદિવાળીને લઇને યાત્રાધામ બહુચરાજી મંદિર બંધ રાખવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યભરમાં કોરોનાના કેસ વધતા તંત્ર હરકતમાં આવી ગયું છે ત્યારે હવે યાત્રાધામ બહુચરાજી મંદિર આવતીકાલે દર્શન માટે બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે કાલે મોટી પૂનમ અને દેવ દિવાળી છે જેને લઇને બહુચરાજીમાં ભક્તોની ભીડ ઉમટી પડે છે. પરંતુ કોરોનાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પૂનમને લઇને ભક્તોની ભીડ થતી હોવાથી મંદિર દર્શન માટે બંધ રાખવામાં આવશે.

કોરોના સંક્રમણને અટકાવવા માટે વહીવટી તંત્ર દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કારણકે યાત્રાધામ બહુચરાજીમાં લોકો દૂર-દૂરથી દર્શન માટે આવે છે. પરંતુ પૂનમ હોવાના કારણે યાત્રિકોની ભીડ થાય છે. ઉલ્લેખનીય છે કે દેશભરમાં કોરોનાએ ફરીથી ઉથલો માર્યો છે. પરંતુ હાલમાં પણ હજી કેટલાક બેદરકાર લોકો છે જે ઘણા નિયમોનું પાલન કરતા નથી તેમજ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સમાં પણ બેદરકારી રાખે છે

(1:20 pm IST)