Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

દીવમાં આગની હારમાળા એક જ દિવસમાં ત્રણ સ્થળે આગનાં લબકારા

દીવ : દીવમાં સવારે પેટ્રોલ પંપ પાસે ગાંધીપરા આંગણવાડીમાં સોલાર પેનલમાં અચાનક આગ લાગતા ફાયરના જવાનો એ દસ મીનીટમાં જ આગને કાબુમાં લીધી હતી. આંગણવડી ઇમારતને આગથી નુકશન થયું હતું. ઘટના સ્થળે પી. અઇ. પંકજ ટંડેલ, પીએસઆઇ પુનીત મીના અને અધિકારી ગાયત્રીબેન પહોîચી અને આગ વિષેની માહિતી મેળવી હતી. નાગવાની બાજુમાં પોઠીયા દાદા પાર્કના મંદિર પાસે ઘાસમાં આગ લાગતા આગને કાબુમાં લીધી હતી. દીવ-ઘોઘલાન બે બ્રીજ છે આ બંને બ્રીજના વચ્ચેના ભાગમાંલ દીવથી ઘોઘલા તરફ જતા આગ લાગી ફાયરન જવાનોએ આગને કાબુમાં લીધી હતી. આગ લાગેલ તેની બાજુમાં જ વીજ લાઇન પસાર થતી હોય  મોટું નુકશાન થતા અટકયું હતું.

(12:25 pm IST)