Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

સુરતમાં બાળકો સાથે મજાક-મજાકમાં ગળાફંસો લાગી જતા પિતાનું મૃત્યુ

સુરત : સુરતના નવાગામ ડીડોલી વિસ્તારમાં સંતાનો સાથે મજાક-મજાકમાં ગળાફાંસો લાગી જતા પિતાનું મૃત્યુ નીપજત પરપ્રાંતીય પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

આ બનાવ અંગેની વિગત એવી છે કે, નવાગામ ડીંડોલી વિસ્તારમાં રહેતા અને ભંગારનો છોટા હાથી ટેમ્પો ચલાવતા પ્રકાશભાઇ કાપડે નામનો યુવા તેના ત્રણ સંતાનો સાથે મસ્તી મજાક કરતો હતો અને મજાક-મજાકમાં ગળામાં દોરડું બતાવી બાળકોને આપઘાતનો પાઠ ભણાવવા જતા અકસ્માત ગળાફાંસો લાગી જતાં મૃત્યુ નીપજયું હતું. આ બનાવના પગલે બાળકોએ દેકારો કરતા પત્ની અને આસપાસના રહેવાસીઓ દોડી આવ્યા હતાં અને હોસ્પિટલે ખસેડયો હતો જયાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પ્રકાશભાઇ કાપડે નામનો યુવાન અગાઉ લોકડાઉન પહેલા એમ્યુલન્સમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો.

આ બનાવના પગલે ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં અરેરાટી વ્યાપી થઇ હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(12:02 pm IST)