Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

ડેડીયાપાડાના ધામણ ખાડીના પુલ પાસે કારમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપી લીધો,એક ફરાર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાની ધામણ ખડી પુલ પાસે પોલીસે બાતમીના આધારે એક કાર નં.જીજે ૦૫-જેએમ.૦૮૭૮માં ઈંગ્લીશ દારૂનો જથ્થો કવાટરીયા નંગ -૪૦ ની કિંમત રૂ.48000 તેમજ એક મોબાઈલ અને કાર મળી કુલ. રૂ.2.50 લાખના મુદ્દામાલ સાથે પ્રવીણભાઈ દયારામ ભોઈ( રહે ખાપર તા.અક્લકુવા) ને ઝડપી લીધો હતો જ્યારે ગાડીનો ચાલક વિકી રવિભાઈ સીંદે(,રહે.ખાપર) નાસી જતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ દારૂનો જથ્થો ક્યાં આપવાનો હતો અને ફરાર આરોપી બાબતેની પુછપરછ માટે ડેડીયાપાડા પોલીસે પકડાયેલા આરોપી ના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

(11:25 pm IST)