Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

અમદાવાદમાં ફ્રૂટના વેપારીએ આત્મહત્યાનો કર્યો પ્રયાસ : 22 વ્યાજખોરો સામે બાપુનગર પોલીસમાં ગુન્હો નોંધાયો

પૈસા ચૂકવી દીધા છતાં વ્યાજખોરોએ ગાડી અને બુલેટ પડાવી લીધા

 

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વ્યાજખોરો માથુ ઉચક્યુ છે. એક વેપારીએ લાખો રૂપિયા વ્યાજખોરો પાસેથી લીધા હતા. તે પૈસા ચુક્વી દીધા હોવા છતાંય વ્યાજખોરો ગાડી અને બુલેટ પડાવી લીધા હોવાનો આક્ષેપ કરાયો છે. વેપારીએ વ્યાજખોરો ના ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ કરતા પોલીસે 22 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ આદરી છે.

 નિકોલમાં રહેતા અજય સગર વિસ્તારમાં ફ્રુટનો વેપાર કરે છે. ધંધા માટે રૂપિયાની જરૂર હોવાથી વર્ષ અગાઉ તેણે પ્રવિણ દાનેવ પાસેથી પાંચ લાખ રૂપિયા લીધા હતા. અજયના એક મિત્ર ધવલને પણ રૂપિયાની જરૂર હોય તેને પણ પ્રવિણ પાસથી રૂપિયા અપાવ્યાં હતા. ધવલે ત્યાર બાદ પ્રવિણ પાસથી વધુ રૂપિયા લેવાનું શરૂ કર્યું અને અજયના નામે રૂપિયા લેવા છતાં અજયને વાતની જાણ કરી. આરોપી પ્રવિણ કરિયાણાનો ધંધો કરતો હતો અને સાથે 4 ટકાના વ્યાજે નાણા ધીરતો હતો.

પોલીસે કુલ 22 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. ફરિયાદી અજયની સાથે સાથે તેણે તેના મિત્ર ધવલને પણ નાણા વ્યાજે અપાવ્યા હતા. તે વચ્ચે રહ્યો હોવાથી વ્યાજખોરો તેની પાસે નાણા માંગતા હતા. આમ એક બાદ એક વ્યાજખોર પાસેથી અજયભાઇ અને તેમના મિત્રએ વ્યાજે નાણા લીધા હતા. તેમ કરીને 20થી વધુ વ્યાજખોર પાસેથી લાખો રૂપિયા વ્યાજે પૈસા લીધા હતા. જે વેપારી અજયભાઇના કહેવા પ્રમાણે તેમણે મૂડી, વ્યાજ અને પેનલ્ટી ચૂકવી દીધી હોવા છતાંય વ્યાજખોરો તેમને માનસિક ત્રાસ આપતા હતા. જેનાથી કંટાળી અજયભાઇએ અનાજમાં નાખવાની દવા પી લઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

(12:05 am IST)