Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

હવે અમદાવાદ BRTS કોરીડોરમાં વાહન ચલાવનારની ખેર નથી :ભરવો પડશે હજારોની દંડ :ચાર સ્ક્વોડ ટીમની રચના

અમદાવાદમાં હવે બીઆરટીએસ કોરિડોરમાં વાહન લઈને પસાર થનારને હજારો રૂપિયાનો દંડ ભરવાની તૈયારી રાખવી પડશે. આ અંગે અમદાવાદ પોલીસ કમિશ્નર આશિષ ભાટિયા દ્વારા પ્રેસ યોજીને માહિતી આપવામાં આવી હતી.. જેમાં Brts સ્કવોડ,સ્થાનિક પોલીસ, જેટ ટીમ ,Brts માર્શલ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવશે.

આ માટે ટ્રાફિક વિભાગ દ્વારા 4 સ્કવોડ ટીમની રચના કરવામાં આવી છે સાથેજ Brts સ્ટાફનો પણ આ કામગીરીમાં ઉપયોગ કરવામાં આવશે

  . આ ઉપરાંત Amts Brtsની બસોને જે ઇ - ચલણ ઇસ્યુ થાય છે તેની બજવણી કરી દંડ પણ વસૂલ વામાં આવશે. આ સાથે જ મોટર વ્હિકલ એકટના નવા નિયમ પ્રમાણે ટુ- વ્હીલ, થ્રી વ્હીકલ માટે 1500 રૂપિયા દંડ, ફોર વ્હીકલ માટે 3 હજાર રૂપિયા દંડ અને તે સિવાય ના વાહનો માટે 5 હજાર દંડ વસૂલવામાં આવશે

(10:27 pm IST)