Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

બ્રેકફાસ્ટ સિરિયલનું બજાર ૨,૬૦૦ કરોડને આંબશે

હેલ્ધી ફિટ એન્ડ ફ્લેક્સ ગ્રેનોલા લોન્ચ

અમદાવાદ, તા.૨૯ : ભારતમાં બ્રેકફાસ્ટ સિરિયલનુ બજાર વર્ષ ૨૦૧૫માં રૂ. ૧૫૨૬ કરોડનુ હતું, જે વર્ષ ૨૦૨૦ સુધીમાં રૂ. ૨૬૦૦ કરોડ સુધી પહોંચી જવાની સંભાવના છે. જેમાં ગુજરાતનો હિસ્સો દસ ટકાથી પણ વધુનો રહેશે. દર વર્ષે આ ઇન્ડસ્ટ્રીઝ ૧૭થી ૨૦ ટકાના ગ્રોથ રેટ મુજબ વિકાસ કરી રહી છે ત્યારે  અમદાવાદના ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રના સ્ટાર્ટ-અપ નિવા ન્યુટ્રિફૂડઝ એલએલપીએ આજે તેની હેલ્ધી, ઓટ-રીચ બ્રેકફાસ્ટ સિરિયલ, ફીટ એન્ડ ફ્લેક્સ ગ્રેનોલાની રજૂઆતની જાહેરાત કરી હતી. આ નવુ રજુ કરાયેલુ તંદુરસ્ત ગ્રેનોલા પોષક તત્વોથી ભરપૂર છે અને મિક્સ્ડ ફ્રૂટ, મેંગો કોકોનટ અને હેપી બેરી એમ ત્રણ વેરીયન્ટમાં ઉપલબ્ધ છે. દેશના તંદુરસ્તી અને ફીટનેસ માટે સભાન વ્યક્તિઓની જરૂરિયાત પૂરી કરવાના ઉદ્દેશથી રજૂ કરાયેલી કંપનીની નવા યુગની બ્રાન્ડ ફીટ એન્ડ ફ્લેકસનો હેતુ તેના ગ્રાહકોને બ્રેકફાસ્ટ અને એની ટાઈમ સ્નેકીંગ માટે આહારનો તંદુરસ્ત વિકલ્પ પૂરો પાડવાનો છે એમ અત્રે નિવા ન્યુટ્રિફૂડઝ એલએલપીના સ્થાપક પથિક પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ફીટ એન્ડ ફ્લેક્સ ગ્રેનોલા હેલ્ધી હોવાની સાથે સાથે ખૂબ જ ક્રંચી અને ટેસ્ટી છે.

                  તેને સમગ્રપણે બેક કરાયેલુ હોવાથી ખૂબ જ ક્રંચી અને ટેસ્ટી છે. તે ખૂબ જ સુગંધીદાર ફ્લેવર ધરાવે છે અને અત્યંત પોષક છે. તે ફાઈબરથી સભર હોવાને કારણે ખૂબજ પોષણદાયક બની રહે છે અને પ્રતિકાર શક્તિમાં વધારો કરવાની સાથે સાથે ઉર્જાના સ્તરમાં વધારો કરીને હૃદયને તંદુરસ્ત રાખે છે. અમારા નિષ્ણાતોની સમર્પિત ટીમે એક વર્ષ કરતાં વધુ સમયના સંશોધન પછી આ અદભૂત પ્રોડકટ વિકસાવી છે. ફીટ એન્ડ ફ્લેક્સ ગ્રેનોલાની તમામ ત્રણેય ફ્લેવર્સ આ વર્ષે જુલાઈથી ગુજરાતના બજારમાં પ્રાયોગિક ધોરણે મુકવામાં આવી હતી અને તમામ ગ્રાહકોએ તેની ખૂબ જ કદર કરી છે. નિવા ન્યુટ્રિફૂડઝ એલએલપીના સ્થાપક પથિક પટેલે ઉમેર્યું કે, આ પ્રોડકટ શરૂઆતમાં ગુજરાતના બજારમાં મુકવામાં આવશે. ડિસેમ્બરના અંત સુધીમાં ગુજરાતના દસેક હજાર સ્ટોર્સમાં તે ઉપલબ્ધ બનશે અને માર્ચ ૨૦૨૦ સુધીમાં અમારી પ્રોડકટસ ગુજરાતના ૬૦,૦૦૦થી વધુ સ્ટોર્સમાં ઉપલબ્ધ થઈ જશે. ઉપરાંત, અમે ફીટ એન્ડ ફ્લેક્સ ગ્રેનોલાને ઓનલાઈન રિટેઈલ ચેનલ્સ મારફતે સમગ્ર દેશમાં ઉપલબ્ધ બનાવાશે. અમારી પ્રોડકટનું વેચાણ સૌ પ્રથમ મહારાષ્ટ્રમાં અને તે પછી અન્ય તમામ રાજ્યોમાં વિસ્તારવાનું આગામી આયોજન છે. ફીટ એન્ડ ફ્લેક્સ ગ્રેનોલા ૨૫ ગ્રામ, ૨૭૫ ગ્રામ અને ૪૫૦ ગ્રામની અલગ અલગ સાઈઝમાં ગુજરાતના મુખ્ય રિટેઈલ વેચાણ કેન્દ્રોમાં ઉપલબ્ધ કરાશે. નિવા ન્યુટ્રિફૂડઝે યુરોપિયન ટેકનોલોજી, બજાર સર્વેક્ષણ અને પ્રોડકટ ડેવલપમેન્ટમાં રૂ. ૪૦ કરોડનુ પ્રારંભિક રોકાણ કર્યું છે. કંપનીએ ફીટ એન્ડ ફ્લેક્સ ગ્રેનોલાની ગુણવત્તાનુ સાતત્ય અને સ્વાદ જળવાઈ રહે તેની ખાત્રી માટે મહેસાણા નજીક તેની અદ્યતન ફેકટરીની સ્થાપના કરી છે.  તેમનુ ઉત્પાદન એકમ વાર્ષિક ૪,૦૦૦ ટન ગ્રેનોલાની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે.

(9:06 pm IST)