Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

બિન સચિવાલય પરીક્ષાનું વ્યાપમ કૌભાંડ કરતા મોટું કૌભાંડ:પરીક્ષા રદ કરો : કૉંગ્રેસ

ભાજપના શાસનમાં 11 પરીક્ષા લેવાઈ જેમાં તમામ કૌભાંડ, ગેરરીતી, પેપર લીંક, ચોરી અને ભ્રષ્ટાચાર થયો

અમદાવાદ : બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતી થયાના ચોંકવનારા સીસીટીવી ફૂટેજ સાથે કૉંગ્રેસે રાજ્ય સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ગુજરાતની પરીક્ષાઓ અને થનાર ભરતીઓને મધ્યપ્રદેશના વ્યાપમ કૌભાંડ કરતા મોટુ કૌભાંડ હોવાનો આરોપ મુક્યો છે

  .        પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે રાજ્યની ભાજપ સરકાર ગુજરાતમાં થયેલી એક પણ પરીક્ષા અને ભરતીમાં પારદર્શિતા જાળવી શકી નથી. જેના કારણે સરકારે ન્યાયિક તપાસ કરવી જોઇએ અને સમગ્ર બિન સચિવાલયની પરીક્ષા રદ કરવા માંગ કરાઇ છે.
            પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખે જણાવ્યુ હતું કે કૉંગ્રેસ પક્ષે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણની બે સ્કૂલના સીસીટીવી ફૂટજ પ્રેસ સમક્ષ રજૂ કર્યા છે. ભાજપના શાસનમાં 11 પરીક્ષા લેવામાં આવી જેમાં તમામ કૌભાંડ, ગેરરીતી, પેપર લીંક, ચોરી અને ભ્રષ્ટાચાર થયો છે. ત્યારે આ સ્પષ્ટ થઇ રહ્યું છે કે આ સમગ્ર ઘટના માટે સરકારના છુપા હાથ છે, સરકારની મીલીભગત છે. બિન સચિવાલયની પરીક્ષામાં પહેલાથી જ ચર્ચા હતી કે મોટા પ્રમાણમાં પાછલા બારણેથી ગેરરીતી થઇ છે. સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસ થવી જોઇએ અને ત્યા સુધી સરકારે પરિણામ જાહેર ન કરવુ જોઇએ. ફરિયાદના આધારે કાર્યવાહી થવી જોઇએ અને પરીક્ષા રદ કરવામાં આવે

(8:25 pm IST)