Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

તારાપુર- બગોદરા રોડ પર વીજ ચોરીના ગુનાહમાં ઝડપાયેલ આરોપી હોટલના માલિકને અદાલતે 2 વર્ષની કેદની સજાની સુનવણી કરી

તારાપુર:તારાપુર-બગોદરા રોડ ઉપર આવેલી સુપ્રિમ હોટલના માલિક ગોવિંદભાઈ દેવાભાઈ ભરવાડને આણંદની સ્પે. જીઈબી કોર્ટે વીજ મીટર સાથે ચેડાં કરીને વીજ ચોરી કરવાના આરોપમાં તકશીરવાર ઠેરવીને બે વર્ષની સખ્ત કેદની સજાનો હુકમ કરતાં વીજ ચોરોમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગત તારીખ ૫-૧૦-૧૩ના રોજ તારાપુર નજીક આવેલી સુપ્રિમ હોટલમાં તારાપુરનું વીજ મીટર તારીખ ૯-૯-૧૩ના રોજ બદલવામાં આવ્યું હતુ. તારીખ ૫-૧૦-૧૩ના રોજ વીજ ચોરીના અગાઉના ગુનામાં બાકી નાણાં અન્વયે જીઈબીની ટીમ ટીમ વસુલાત માટે જતાં વીજ મીટરની પેટી ઉપરનું સીલ શંકાસ્પદ જણાતાં વીજ મીટરને ઉતારીને વધુ ચકાસણી માટે પેટલાદ જીઈબીની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યું હતુ. જ્યાં તારીખ ૨૬-૧૧-૧૩ના રોજ રિપોર્ટ આવ્યો હતો કે, વીજ મીટરના સીલો તોડીને વીજ ચોરી કરવામાં આવી હતી જે અંગે જીઈબી દ્વારા ૧૧૯૩૧નું બિલ આપવામાં આવ્યું હતુ. પરંતુ હોટલના માહિલ ગોવિંદભાઈ ભરવાડ દ્વારા બિલ ભર્યુ નહોતુ. જેથી વડોદરા જીઈબી પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવતાં પોલીસે ઈલેક્ટ્રીસીટી એક્ટ-૨૦૦૩ની કલમ ૧૩૫ (૧)મુજબ ગુનો દાખલ કરીને ગોવિંદભાઈ ભરવાડની ધરપકડ કરી હતી. પોલીસે તપાસ પૂર્ણ કર્યા બાદ ચાર્જશીટ ફાઈલ કર્યું હતુ.

(5:46 pm IST)