Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

ખેડા જિલ્લામાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી વરલી મટકાનો જુગાર રમાડતા ચાર શખ્સોને ઝડપી પાડ્યા

ખેડા: જિલ્લામાં ચાલતા વરલી મટકાના જુગારધામ પર પોલીસે લાલ આંખ કરી કુલ ચાર ઠેકાણે દરોડા પાડ્યાં હતાં. સ્થાનિક પોલીસની ટીમે નડિયાદમાં ત્રણ તેમજ ઠાસરામાં એક ઠેકાણે દરોડા પાડી કુલ ચાર જુગારીઓને ઝડપી પાડ્યાં હતાં. અને પકડાયેલા જુગારીઓ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદમાં સંતઅન્ના ચોકડી નજીક આવેલ કુંભારચાલી પાસેની ખુલ્લી જગ્યામાં ચાલતાં વરલી મટકાના જુગારધામ પર ગતરોજ સાંજના સમયે નડિયાદ ટાઉન પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં જુગારના આંકડા લખનાર જીતેન્દ્રભાઈ અંબાલાલ ઠાકોર (રહે.કુંભારચાલી,નડિયાદ)ને પોલીસે રંગેહાથે ઝડપી પાડ્યો હતો. તેની પાસે અંગજડતીમાંથી રૂ.૧૩૦ની રોકડ મળી આવતાં તે જપ્ત કરવામાં આવી હતી.

(5:45 pm IST)