Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

સુરતના રૂદરપુરામાં મહિલાને તિજોરીની ચાવી બનાવવા શખ્સને ઘરે બોલાવવું ભારે પડ્યું: ઠગ યુવાને 24 હજારની મતાનો હાથફેરો કર્યો

સુરત: શહેરના રૂદરપુરા લક્ષ્મી નારાયણ મંદિર નજીક રહેતી મહિલાએ કબાટની તિજોરીની ચાવી બનાવવા માટે બોલાવેલા સરદારજી જેવો યુવાન પાણી મંગાવવાના બ્હાને બેધ્યાન કરી કબાટમાંથી રોકડ અને દાગીના મળી કુલ રૂા. 24,500 ની મત્તા તફડાવીને ચાલ્યો ગયો હતો.

રૂદરપુરા સ્થિત ગાર્ડન કોલોની સામે લક્ષ્મી નારાયણ મંદિરની બાજુમાં ઘર નંબર 2/2327માં રહેતા અને હોસ્પિટલમાં આયા તરીકે નોકરી કરતા કમલાબેન રમેશસીંગ ઠાકોર (ઉ.વ. 57) એ ગત બુધવારના રોજ ઘર પાસેથી ચાવી બનાવવી છે તેવી બુમો પાડીને પસાર થઇ રહેલા સરદારજી જેવા યુવાનને ઘરના કબાટના લોકરની ચાવી બનાવવા માટે બોલાવ્યો હતો.

(5:43 pm IST)