Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

મહેસાણામાં અસામાજિક તત્વોનો આતંક: સતત ત્રીજા દિવસે અજાણ્યા શખ્સોનો વૃદ્ધ પર જીવલેણ હુમલો થતા પોલીસ ફરિયાદ

મહેસાણા:શહેરમાં જાણે પોલીસની ધાક ઓછી થઈ હોય તેમ અસામાજિક તત્વો બેલગામ બન્યા હોવાનો ઘાટ સર્જાયો છે. સતત ત્રીજા દિવસે પણ પોતાની કારમાં જઈ રહેલા એક વૃધ્ધ ઉપર અજાણ્યા શખસોએ તલવાર જેવા શસ્ત્રો સાથે જીવલેણ હૂમલો કરતાં શહેરની પ્રજામાં ભયનો માહોલ જોવા મળે છે. બીજી તરફ ગાંધીનગર લીંક રોડ પર આવેલા ગોલ્ડન બંગલોઝના રહીશોએ રાત્રીના સુમારે તેમના વિસ્તારમાં વધેલા અસામાજિક તત્વોના ત્રાસથી છૂટકારો મળે તે માટે રજૂઆત કરી છે.

મહેસાણા બાયપાસ રોડ પરના પાંચોટ સર્કલે રાજફ્રાય સેન્ટરમાં જમવાના પૈસા ચુકવવાના મુદ્દે રાત્રીના સુમારે મિત્રો વચ્ચે સર્જાયેલી તકરાર હિંસક બની હતી. જેમાં મનોજ ઠાકોરે નાનીદાઉના યુવન હીરાજી વિહાજી વાઘેલા પર છરી હૂલાવી દેતાં તેનુ મોત થયું હતું. આ ઘટનાના બીજા જ દિવસે મહેસાણામાં ઊંડીફળીમાં રહેતા ડાહ્યાભાઈ સોમચંદ સુથાર (ઉ.વ.૭૩) ઘર આગળ કારનીસફાઈ કરી રહ્યા હતા તે વખતે ઉશ્કેરાઈ ગયેલા વિરસંગ ઠાકોરે તેમને ખંજરના ઘા ઝીંકી દેતાં ગંભીર ઈજાઓ થઈ હતી.

(5:43 pm IST)