Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

બાલાસિનોર-અમદાવાદ હાઇવે પર રાત્રીના સમયે લાકડા ભરેલ ટ્રેક્ટરની પાછળ કાર ધડાકાભેર અથડાતા કાર ચાલકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો

બાલાસિનોર:બાલાસિનોર-અમદાવાદ રોડ પર ગતરોજના રાત્રીના સમયે ભરેલા લાકડાવાળા ટ્રેકટરની પાછળના ભાગે કાર અથડાતા કારચાલકનું ઘટના સ્થળે કમકામાટીભર્યું મોત નિપજ્યું હતું.

પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર ગતરોજના ટ્રેકટરની ટ્રોલીમાં લાકડા ભરેલ હતા. જેમાં પાછળના ભાગે રીફલેકટર નહી લગાવી બેફીકરાઈ અને ગફલતભરી રીતે હંકારતા કાર ટ્રેકટરની ટ્રોલીમાં ભરેલા લાકડાના પાછળના ભાગેથી  કારચાલકને અથડાતા લાકડા છાતીના ભાગે વાગતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું આ બાબતે ટ્રેકટર ડ્રાઈવર અને માલીક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક કારચાલક જતીન ડાભી ખેડા જિલ્લાના મરડીયા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા જેમનું મોત નિપજતા શિક્ષક આલમમાં ભારે ગમ છવાઈ ગયો હતો.

(5:42 pm IST)