Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

આણંદ જિલ્લામાં દેશી વિદેશી દારૂનું ધમધમતું નેટવર્ક યથાવત: શાળાની બેગમાં દારૂની ડિલિવરી થતી હોવાનો વિડીયો વાયરલ થતા પોલીસતંત્ર સફાળું જાગ્યું

આણંદ:જિલ્લામાં દારૂબંધીના ચુસ્ત અમલની પોલીસ દ્વારા પોકારાતી આલબેલ વચ્ચે ઠેર-ઠેર અંદરખાને દેશી-વિદેશી દારૂનું નેટવર્ક જોરદાર રીતે ધમધમી રહ્યું છે. તેવામાં દારૂના પ્રતિબંધ ઉપર સખત નિયમો સામે બુટલેગરોએ પણ પોતાના નિયમો બદલી નાખી જુદી રીતે દેશી-વિદેશી દારૂનો વેપલો કરી પોતાનો ધંધો ઠરીઠામ કરવામાં આવ્યો છે. 

જેમાં મોટાભાગે સ્થાનિક પોલીસ તંત્રના આંખ આડા કાન સાથે પોલીસના નાક નીચેથી જ લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂની આયાત-નિકાસ ધમધમી રહી છે. બે દિવસ પહેલા આણંદ જિલ્લાના તારાપુર ખાતે વિદેશી દારૂનો સ્કુલોની બેગમાં મોટરસાયકલ ઉપર કેટલાક લબરમુછીયાઓ દ્વારા ડીલીવરી કરતો વીડીયો સોશ્યલ મીડીયા ઉપર વાયરલ થઈ જતા સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. 

(5:41 pm IST)