Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

વડોદરાના આજવા રોડ પર લગ્ન પ્રસંગમાં માલિકની નજર સેરવી ટાબરિયાએ પાર્ટી પ્લોટમાંથી અઢી લાખ ભરેલ બેગની ઉઠાંતરી કરી: ક્રાઇમ બ્રાન્ચે ક્ષણવારમાં ટાબરિયાની પકડી કાર્યવાહી હાથ ધરી

વડોદરા: શહેરના આજવા રોડ  શ્રીજી પાર્ટી પ્લોટમાં લગ્ન સમારંભ દરમિયાન નજર ચૂકવીને રોકડા રૃપિયા દાગીના તેમજ મોબાઈલ ફોન ચોરનાર બાળકને ક્રાઈમ બ્રાંચે શોધી કાઢ્યો છે અને ચોરીની મત્તા રિકવર કરવાની કામગીરી હાથ ધરી છે.

બનાવની મળતી માહિતી મુજબ ન્યૂ વીઆઈપીરોડની પરમધામ સોસાયટીમાં રહેતા અનિલકુમાર મુસાફીર પાંડેની પુત્રીના લગ્ન ગત ૨૨મી તારીખે આજવા રોડ પંડિત દીનદયાળ હોલની સામે આવેલા શ્રીજી પાર્ટીપ્લોટમાં હતા. કેટરીંગ તથા  ભાડાના રૃપિયા ચૂકવવાના હોય તેમણે કાળા રંગના પર્સમાં દોઢ લાખ રૃપિયા મૂકી રાખ્યા હતા. તેમજ આ પર્સમાં પુત્રીને આપવાના દાગીના અને મોબાઈલ ફોન પણ હતા. રાત્રે દોઢ વાગ્યે જોતા આ પર્સ જણાયુ ન હતુ. પાર્ટી પ્લોટના સીસીટીવી કેમેરા જોતા એવું જણાયુ હતું કે એક નાનો બાળક આ પર્સ ચોરી કરીને લઈ જાય છે. જે અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

(5:38 pm IST)