Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

વડોદરામાં યુવાનોને નશીલા દ્રવ્યોના રવાડે ચડવા અટકાવવા પોલીસ દ્વારા અભિયાન હાથ ધરાયુ: એમ.એસ.યુનિવર્સીટીની ફાઈન આર્ટ્સ ફેકેલટીમાં ગાંજો પીવાતો હોવાની બાતમીથી પોલીસના દરોડા

વડોદરા:શહેરમાં યુવાઓને નશીલા દ્રવ્યોના રવાડે ચઢતા અટકાવવા માટે પોલીસ દ્વારા શરુ કરાયેલા અભિયાનની વચ્ચે એમ.એસ.યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં આજે ગાંજો પીવામાં આવી રહ્યો હોવાની બાતમી મળ્યા બાદ યુનિવર્સિટીની વિજિલન્સ સ્કવોડે દરોડો પાડતા દોડધામ મચી ગઈ હતી.

મળતી વિગતો પ્રમાણે સાંજે ૬ વાગ્યે વિજિલન્સ સ્કવોડે બાતમીના આધારે ફેકલ્ટીની જ એક બિલ્ડિંગની અગાસી પર તપાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓ શંકાસ્પદ હાલતમાં પકડાયા હતા.આ પૈકીના બે વિદ્યાર્થી પેઈન્ટિંગ વિભાગના અને એક વિદ્યાર્થી આર્ટ એન્ડ હિસ્ટ્રી વિભાગનો હતો.

(5:37 pm IST)