Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

વડોદરાના નવલખી કંપાઉન્ડમાં યુવક સાથે બેઠેલ 15 વર્ષીય કિશોરીને બે યુવાનોએ પોતાની હવસનો શિકાર બનાવી: ઝાડીમાં લઇ જતા દુષ્કર્મ આચરતા અરેરાટી મચી જવા પામી

વડોદરા: શહેરમાં નવલખી કંમ્પાઉન્ડમાં પોતાના મંગેતર યુવક સાથે બેઠેલી 15 વર્ષની કિશોરીને ગતરાત્રે બે આરોપીઓ નજીકની ઝાડીમાં ખેંચી ગયા હતા અને બંને યુવકોએ કિશોરીને મારમારી ધમકાવી વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો.આ ઉપરાંત બંને હેવાન યુવકોએ કિશોરી સાથે અકુદરતી સેક્સ પણ માણ્યુ હતું. દરમિયાન પોલીસની ગાડી આવી જતા બંને હવસખોર યુવકો કિશોરીને સ્થળ પર છોડીને ફરાર થઈ ગયા હતા. પોલીસે આખી રાત નવલખી ગ્રાઉન્ડ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું પરંતુ બંને આરોપીઓ ભાગી છુટવામાં સફળ થયા હતા.  

સમગ્ર શહેરમાં ચકચાર જગાવનાર ગેન્ગરેપની મળતી વિગતો અનુસાર શહેરના ચાર દરવાજા વિસ્તારમાં રહેતી કિશોરી અને તેનો 16 વર્ષનો મંગેતર યુવક ગત સાંજે ઘરેથી એક્ટીવા પર નીકળ્યા હતા. દાંડિયા બજારમા એક ધાર્મિક સ્થળે ગયા પછી સાંજના લગભગ સાત વાગ્યાના અરસામાં આ પ્રેમીયુગલ નવલખી ગ્રાઉન્ડના અંદર આવેલા જીબી કોર્ટના અવાવરૂ વિસ્તારમાં એકટીવા પાર્ક કરીને બેઠા હતા.

(5:36 pm IST)