Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

અમદાવાદના થલતેજમાં મનપાદ્વારા દબાણ હટાવવા ગયેલ સ્ટાફ પર જીવલેણ હુમલો: આરોપીને પાંચ વર્ષની કેદ સહીત એક હજારનો દંડ

અમદાવાદ: શહેરના થલતેજ વિસ્તારમાં જુન-2017માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરક્ષિત જમીન પર ચાલતી જાણીતી રેસ્ટોરન્ટ પર દબાણ કરી નવું રેસ્ટોરન્ટ શરૂ થયાની માહિતી કોર્પરેશન સ્ટાફને મળી હતી. દબાણ હટાવવા ગયેલા મ્યુનિસિપલ સ્ટાફ પર હુમલો કરવાના કેમાં ગ્રામ્ય કોર્ટના જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટ જે.વી. પટેલે એક આરોપીને પાંચ વર્ષની કેદ અને રૂપિયા એક હજારનો દંડ ફટકાર્યા છે.

આ કેસની વિગત એવી છે કે થલતેજ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટી.પી. સ્કીમના આરક્ષિક પ્લોટમાં એક જાણીતું રેસ્ટોરન્ટ ચાલે છે. 27-6-2017ના રોજ રેસ્ટોરન્ટ ત્રણ દિવસ માટે બંધ હોવાથી અહીં કેટલાંક લોકોએ ગેરકાયદે કબ્જો જમાવ્યો હતો. અહીં નંદિની ગાર્ડન રેસ્ટોરન્ટનું બોર્ડ લગાવી ચણતર શરૂ કર્યુ હતું. જેથી હોટેલ માલિકો દ્વારા  મ્યુનિસિપલ સ્ટાફને જાણ કરવામાં  આવી હતી.

(5:36 pm IST)