Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

૧૦૦ થી વધુ હાજીઓનું રિફંડ જમા થયું નથી

ગુજરાત રાજય હજ કમિટી મારફત હજયાત્રીએ ગયેલા

અમદાવાદ તા ૨૯  :  હજ કમિટી ઓફ ઇન્ડિયા મારફત હજયાત્રાએ ગયેલા ગુજરાતના કેટલાક હાજીઓને પુરતી સુવિધા ન આપી શકવા બદલ રિફંડ આપવામાં આવ્યું નઙ્ગ હોવાની ફરિયાદ છે. સુરત જિલ્લાના જ ૧૦૦ થી વધુ હાજીઓને આ રકમ મળી નથી.

વર્ષ ૨૦૧૯માં ભારતના ૧ લાખ ૪૦ હજાર જેટલા હાજીઓએ હજ યાત્રા કરી હતી, જેમાં સબસીડી વગર હાજીઓએ રૂા ૨,૩૬,૦૦૦ જમા કર્યા હતા, સાઉદી અરેબિયામાં હજયાત્રા દરમ્યાન મેટ્રો ટ્રેનની સુવિધા અને બીજી અમુક સુવિધા નહિં પુરી કરાતા, હજ કમિટીએ રૂા૧૦ હજારથી લઇ ૨૦ હજાર સુધીની રકમ હાજીઓને પરત આપવાની જાહેરાત કરી હતી અને હાજીઓના બેંક ખાતામાં જમા કરવાનું શરૂ કર્યુ હતું, પરંતુ સુરત જિલ્લાના ૧૦૦ થી વધુ હાજીઓને હજુ સુધી રકમ મળી નથી, જેના કારણે વારંવાર મુંબઇ હજ કમિટીના સી.ઇ.ઓ.ને ઇ-મેઇલ દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

હાજીઓ પાસેથી બેંક ખાતાની માહિતી માંગવામાં આવી હતી અને ૩ થી પ વખત મુંબઇ ખાતે હાજીઓ એ બેંક ખાતાની માહીતી ઇ-મેઇલ દ્વારા મોકલી આપી હતી, તો પણ હજુ સુધી કોઇ નિર્ણાયક કાર્યવાહી થઇ નથી.

સુરત જિલ્લાના એક હાજી શરીફભાઇ ગરાસિયા જેઓનું ફોર્મ ૨૦૧૯માં હજ કમિટી ગુજરાતે ભર્યુ હતું જેમાં બેંક ખાતામાં છેલ્લા બે અંકમાં આગળ પાછળ લખવાની ભુલથી પરત થયેલી રકમ આશરે રૂ.૩૨૦૦૦/- રાજસ્થાનના કોઇ બીજાના બેંક ખાતામાં હજ કમિટિીએ જમા કરી દીધા હતા, જેની ફરિયાદ હાજીએ તાત્કાલિક મુંબઇ હજ કમિટીને કરી હતી. પરંતુ રાજસ્થાનના ઇસમે ૧૦,૦૦૦ જેટલી રકમ ઉપાડી લીધી હતી બાકીની રકમ બેંક મેનેજરે સ્ટોપ કરેલ છે, જયારે વારંવાર હાજી મુંબઇ હજ કમિટીનો સંપર્ક કરે છે તો એકજ જવાબ આપવામાં આવે છે કે કાર્યવાહી ચાલુ છે. આવા કેટલાક હાજીઓ માટે કોઇ નિર્ણય લેવાયો નથી. આથી વહેલી તકે નિર્ણય લેવામાં આવે તેવી હાજીઓની માંગણી છે

(3:33 pm IST)