Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

યુવા ભીમ સેના દ્વારા કાલે 'જમીન અધિકાર સંમેલન'

જીજ્ઞેશ મેવાણીની અધ્યક્ષતામાં આયોજન

રાજકોટ તા. ૨૯ : યુવા ભીમ સેના દ્વારા કાલે તા. ૩૦ ના શનિવારે સવારે ૯ વાગ્યે અરવિંદભાઇ મણીયાર હોલ, જયુબેલી બાગ ખાતે 'રાજકોટ જિલ્લા જમીન અધિકાર અભિયાન' સંમેલન યોજવામાં આવેલ છે.

સંમેલનના  મુખ્ય અતિથી તરીકે અનુ.જાતિ જનજાતિ તથા પછાત વર્ગના શુભચિંતક ધારાસભ્ય જીજ્ઞેશભાઇ મેવાણી ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

શહેર જિલ્લામાં વસતા જમીન વિહોણા લોકોએ બહોળી સંખ્યામાં ઉમટી પડવા અનુરોધ કરાયો છે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા યુવા ભીમ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડી. ડી. સોલંકી અને તેમની ટીમ જહેમત ઉઠાવી રહી હોવાનું રમેશભાઇ મુછડીયા (મો.૯૯૧૩૮ ૨૭૦૧૨) ની યાદીમાં જણાવાયુ છે.

(3:25 pm IST)