Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

સોનાની જવેલરીમાં આગામી વર્ષથી હોલમાર્ક હવે ફરજિયાત થઇ જશે

રાજયમાં અત્યારે માત્ર ૧૮ હોલમાર્કિંગ સેન્ટર

અમદાવાદ, તા. ર૮  :  ઘરેણાં ખરીદતી વખતે સોનાની શુદ્ધતા બાબતે મોટાભાગે અજાણ ગ્રાહકો માટે સારા સમાચાર છે., કારણ કે છેલ્લા કેટલાય સમયથી જવેલરીમાં હોલમાર્કિંગ ફરજીયાત થવાની બાબત ચર્ચાતી હતી પરંતુ હોલમાર્કિંગ આગામી વર્ષથી ફરજીયાત થાય તેવી શકયતા વધી ગઇ છે.

સમગ્ર દેશમાં હોલમાર્ક ફરજીયાત કરવા બાબતના સુધારા અંગે .... (વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન) ને જાણ કરવી જરૂરી હોય છે અને તેની મંજુરી મળ્યા પછી આ બાબત અમલી બની શકે છે. હવે ... ને આ બાબતે જાણ કરી દેવાઇ છે.

.... દ્વારા આગામી માસમાં હોલમાર્ક ફરજિયાત કરવા બાબતની મંજુરી અપાય તેવી શકયતા છે અને ર૦ર૦માં તેનો અમલ થઇ જશે. અત્યારે ગુજરાતમાં માત્ર ૧૮ હોલમાર્કિંગ સેન્ટર છે, જેમાં સરેરાશ રોજના ર૦૦ એટલે કે  કુલ અંદાજે ૩૬૦૦જવેલરી આર્ટિકલનું હોલમાર્ક થાય છે. ગત વર્ષે સાડા ચાર કરોડની જવેલરીને હોલમાર્ક કરાયું હતું.

જવેલરી હોલમાર્કિંગ ફરજીયાત થશે. તો તેનો સૌથી મોટો ફાયદો જવેલરી ખરીદનાર ગ્રાહકને થશે, કારણ કે ગ્રાહકો સોનાની શુદ્ધતા બાબતે પુરતા માહિતગાર હોતા નથી, પરંતુ તેઓ હોલમાર્કિંના આધારે વિશ્વાસપૂર્વક ઘરેણાં ખરીદી શકે છે.

(3:27 pm IST)