Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

રાજકોટ રૂરલના નિવૃત પીએસઆઇ

એલ. વી. રાણાને મુખ્યમંત્રીના હસ્તે રાષ્ટ્રપતિ ચંદ્રક (એવોર્ડ) એનાયત

 

અમદાવાદ ખાતે યોજાયેલ ગુજરાત પોલીસ ખાતાના કર્મચારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માન કરવાના સમારોહમાં રાજકોટ ગ્રામ્યમાં ફરજ બજાવી નિવૃત થયેલા પી.એસ.આઇ. લઘધીરસિંહ બી. રાણાને રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે વિશેષ સેવા એવોર્ડ અર્પણ કરેલ તે પ્રસંગની તસ્વીર. બીજી તસ્વીરમાં પી.એસ.આઇ. રાણાને ગુજરાતના ડી.જી.  શિવાનંદ ઝા તથા એડીશ્નલ ડી.જી. (સીઆઇ.ડી. ક્રાઇમ)એ અભિનંદન પાઠવતા નજરે પડે છે. એલ. વી. રાણાને આ સન્માન બદલ તેમના મો.નં. ૯૯રપ૧ ૪૮૮૪૪ ઉપર શુભેચ્છા મળી રહી છે.

રાજકોટ તા.ર૯: ગુજરાત પોલીસના પોલીસ કોન્સ્ટેબલથી લઇ આઇ.પી.એસ. કક્ષાના પોલીસ કર્મચારીઓને સને ર૦૧પમાં રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી પામેલા પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રક તેમજ પોલીસ સેવા પદકથીસન્માનિત કરવાનો કાર્યક્રમ ગઇકાલે અમદાવાદ ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, ગૃહમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા, પોલીસ વડા શિવાનંદ ઝા, મુખ્ય સચિવ જે. એન. સિંહ, અધિક મુખ્ય સચિવ શ્રીમતિ સંગીતાસિંધ તેમજ વરિષ્ઠ પોલીસ અધિકારીઓની  વિશાળ ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ સમારોહમાં ગુજરાત રાજયના કુલ ૧૬૮ પોલીસ કર્મચારીઓને અધિકારીઓને પોલીસ મેડલ અર્પણ કરી સન્માનિત કરાયા હતા જેમાં રાષ્ટ્રપતિના પોલીસ પદકથી ૧૮ તેમજ પોલીસ સેવા પદકથી કુલ ૧પ૦ કર્મચારીઓને સન્માનિત કરાયા હતા.

આ સમારોહમાં રાજકોટ શહેર જિલ્લાના પોલીસ કોન્સ્ટેબલથી લઇ પી.એસ.આઇ. સુધીની રેન્કમાં ફરજ બજાવેલ ૭ થી ૮ પોલીસ કર્મચારીઓને પણ રાષ્ટ્રપતિ તેમજ પોલીસ સેવા મેડલ (ચંદ્રક) મળેલ છે જેમાં રાજકોટ રૂરલમાં પી.એસ.આઇ. તરીકે ફરજ બજાવી નિવૃત થયેલ લઘધીરસિંહ વી. રાણાને (મો.નં. ૯૯રપ૧ ૪૮૮૪૪) પણ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રાષ્ટ્રપતિના વિશેષ સેવા ચંદ્રક એનાયત કરી સન્માનીત કરવામાં આવેલ.

આ ઉપરાંત રાજકોટના પી.એસ.આઇ. ગજુભા રાઠોડ (નિવૃત), ધર્મેન્દ્રસિંહ વાઘેલાને પણ પોલીસ ચંદ્રક એનાયત થયાનું જાણવા મળેલ છે.

(11:44 am IST)