Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

રાજયમાં ૮૭ ટકા અકસ્માતો સ્પીડને કારણે સ્પીડને કારણે થતાં અકસ્માતોમાં ગુજરાત છઠું

નવી દિલ્હી, તા.૨૯: વધારે ઝડપના કારણે થનારા અકસ્માતોના આ લિસ્ટમાં રાજસ્થાન, તામિલનાડુ, કર્ણાટકા, મધ્યપ્રદેશ અને ઉત્ત્।ર પ્રદેશ પછી છઠ્ઠા નંબર પર ગુજરાત આવે છે.

વાહન વ્યવહાર અને હાઈવેસ મંત્રાલયના 'ભારતમાં થનારા રોડ અકસ્માત, ૨૦૧૮' ના આંકડા પ્રમાણે ૨૦૧૭ કરતા ઝડપના કારણે થનારા અકસ્માતોમાં ૧૭ ટકાનો વધારો થયો છે. વર્ષ ૨૦૧૮માં  જયાં ૧૬,૩૬૧માંથી ૬,૯૮૮ અકસ્માત વધુ ગતિના કારણે થયા હતા જયારે વર્ષ ૨૦૧૭માં ૧૫,૭૫૯માંથી ૫,૯૪૮ અકસ્માતોનું કારણ વાહનોની ઝડપ હતા.

વાહનોની ઝડપ વધુ હોવાના કારણે થનારા અકસ્માતોમાં જીવલેણ અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. આવા અકસ્માતોની ટકાવારી વર્ષ ૨૦૧૬માં ૩૫ ટકા હતી જયારે વર્ષ ૨૦૧૮માં ૪૨.૭૧ ટકા થઈ ગઈ છે.

ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે ઓવર સ્પીડના કારણે સર્જાતા જીવલેણ અકસ્માતોમાં ભોગ બનનારા મોટો ભાગે યુવાનો હોય છે, જેઓ સિગ્નલ તોડવાના કારણે ભોગ બની રહ્યા છે. રાજય સરકારે તાજેતરમાં LMV (Light Motor Vehicles) સિગ્નલ તોડવાના દંડની રકમ ૪૦૦થી વધારીને ૨૦૦૦ કરી છે અને આ પછી ફરી નિયમ તોડનાર પાસે ૩૦૦૦ રુપિયાનો દંડ વસુલવામાં આવશે.

સરકારે મોટર વ્હીકલ એકટમાં વાહનોની ગતિ મર્યાદા સુનિશ્યિત કરી છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની હદમાં આવતા રોડ પર વાહનોની ઝડપની મર્યાદા ૬૦km રાખવામાં આવી છે. જયારે ફોર લેનવાળા નેશનલ હાઈવે પર પર સ્પીડ લિમિટ ૧૦૦kmph અને ચારથી ઓછા લેનવાળા રોડ પર ૭૦kmph ગતિ મર્યાદા નિશ્ચિત કરાઈ છે.

(11:41 am IST)