Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અધિક્ષક વર્ગ-3ની પરીક્ષાની તારીખ જાહેર : 29 ડિસેમ્બરે યોજાશે એક્ઝામ

પરીક્ષાથીનાં નામનું લિસ્ટ 10 દિવસ પહેલા ગૌણ સેવાની વેબસાઈટ પર મુકી દેવાશે

 

અમદાવાદ : ગાંધીનગર ખાતેથી ગૌણ સેવા પસંદગી મંડળ કચેરી અધિક્ષક દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અધિક્ષક વર્ગ- 3 ની પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવી છે. જાહેર કરવામાં આવેલી તારીક મુજબ આગામી 29 ડિસેમ્બરનાં રોજ પરીક્ષા યોજાશે.

 ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવી રહેલી આગમી પરીક્ષા માટે ગાંધીનગર-અમદાવાદના અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવાશે. એક કરતાં વધુ અરજી પત્રકો ડુપ્લીકેશનનાં કારણે રદ કરાયા હોવાની માહિતી કચેરી અધ્યક્ષ દ્વારા આપવામાં આવી છે. પરીક્ષાથીનાં નામનું લિસ્ટ 10 દિવસ પહેલા ગૌણ સેવાની વેબસાઈટ પર મુકી દેવામાં આવશે.

(8:44 am IST)