Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

અસલાલી ગામને અમદાવાદમાં પાલિકામાં સમાવેશ કરવાનો ગ્રામજનોએ કર્યો વિરોધ

વધારાના ત્રણ ટેક્સ ઝીકાવવા સાથે સુવિધાથી વંચિત રખાતા હોય ગ્રામજનોએ વિરોધ કર્યો

અમદાવાદ શહેરનો વ્યાપ વધારવા માટે અમદાવાદ નજીકના કેટલાક ગામડાઓને અમદાવાદ મહાનગરપાલિકામાં સામેલ કરવા માટે રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કેટલાક ગામડાંના લોકો પોતાના ગામનો સમાવેશ અમદાવાદ મહાનગરપાલિકામાં કરવા માંગતા નથી. જેમાં અસલાલી ગામના લોકોનો પણ સમાવેશ થાય છે. અસલાલી ગામના લોકોએ અમદાવાદ મહાનગરપાલિકામાં જોડાવા બાબાતે વિરોધ દર્શાવ્યો છે.

અસલાલી ગામના લોકોએ જણાવ્યું હતું કે, અમે કોર્પોરેશનમાં જઈશું તો અમને અત્યારે જે સુવિધાઓ મળે છે, તે પણ મળતી બંધ થઇ જવાની છે. અમારા નજીકના ગામડાઓ વટવા અને લાંભા હતા. તે ગામડાંઓને કોર્પોરેશનમાં લીધા પછી તેમાં પણ સુવિધાઓ આપવામાં આવતી નથી. માત્ર વધારાના 3 ટેક્સ વસૂલવામાં આવી રહ્યા છે.

લોકો ખાલી ટેક્સની વસુલાત માટે અમારા ગામને જોડવા માગે છે, બાકી સેવાઓમાં ઝીરો છે. આજુબાજુના વિસ્તારમાં અમે અનુભવ કર્યો છે. વિસ્તારના પાણીના પ્રોબ્લેમ છે, રસ્તાઓ ખરાબ છે અને અમારા ગામમાં બધા પ્રશ્નો પંચાયત લેવલે એકથી બે દિવસમાં પુરા થઇ જાય છે.

(2:00 pm IST)