Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

ગુજરાત યુનિવર્સિટીમાં સ્થપાશે કોરિયન સ્ટડી સેન્ટર બે હજાર વર્ષના સંબંધ જુના છે બન્ને દેશો વચ્ચે સબંધ

કોરીયાના એમ્બેસેડર શિ બોંકીલે કહ્યું અયોધ્યાની રાણીએ કોરીયાના રાજા સાથે લગ્ન કર્યા હતા: બન્ને દેશો વચ્ચેના સંબંધ વિશે સેમિનાર યોજાયો

 

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટી ખાતે કોરિયન સ્ટડી સેન્ટર સ્થાપવાની જાહેરાત યુનિવર્સીટી કુલપતિએ કરી છે. ગુજરાત યુનિવર્સિટીમાં યોજાઇ રહેલ કોરિયા અને ભારત વચ્ચેના સંબંધ વિશે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું . દરમિયાન કોરિયાના એમ્બેસેડર ઉપસ્થિત રહ્યા હતા . દેશમાં અનેક કોરીયન કંપનીઓ કાર્ય કરી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓ પણ કંપનીમાં કામ કરી શકે, પ્રોગ્રામ એક્સચેન્જ થાય તે હેતુથી યુનિવર્સિટી ખાતે કોરિયન સેન્ટર બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

   ગુજરાતમાં કોરિયાના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે અને અહીંના વિદ્યાર્થીઓ કોરિયામાં અભ્યાસ કરે તે માટે પણ સ્ટુડન્ટસ એક્સચેન્જ પણ શરૂ કરવામાં આવશે. કોરીયાના એમ્બેસેડર શિ બોંકીલે જણાવ્યુ હતુ કે ભારત અને કોરીયાના બે હજાર વર્ષના સંબંધ છે. અયોધ્યાની રાણીએ કોરીયાના રાજા સાથે લગ્ન કર્યા હતા અને તેથી કોરીયાના રૂટ ભારત સાથે સંકળાયેલા છે.

(11:17 pm IST)