Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

સુરતની તાપી નદી પરનો વિયક કમ કોઝવે ચાર મહિના બંધ રહ્યાં બાદ વાહન વ્યવહાર માટે શરૂ

સુરત : ચાલું વર્ષે સુરતની તાપી નદી પરનો વિયક કમ કોઝવે ચાર મહિનાથી વધુ સમય માટે બંધ રહ્યો હતો. ચોમાસા દરમિયાન પડેલા વરસાદ અને ઉકાઇ ડેમમાંથી છોડવામાં આવતા પાણીને કારણે કોઝવેની સપાટી સતત ઉંચી રહી હતી. જેથી આખરે સપાટી ડાઉન થતા ચાર માસ બાદ કોઝવે ફરી શરૂ કરવામાં આવ્યો છે.

  સુરત શહેરમાં વર્ષ 1995માં કોઝવેનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું. પાણીનો સંગ્રહ અને રાંદેર સિંગણપોર વિસ્તારો માટે આ કોઝવે બનાવવામાં આવ્યો હતો. અત્યાર સુધીના ઇતિહાસમાં કોઝવે વધુમાં વધું એક મહિનો બંધ રહ્યો છે. પરંતુ આ વખતે પહેલી વાર જૂન મહિનાથી જ વરસાદ સારો પડવાને કારણે કોઝવે ઓવર ફલો થયો હતો. જેને લઇને તેને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારથી સતત વરસી રહેલા વરસાદને કારણે કોઝવે બંધ રહ્યો હતો.
  આ સિવાય ઉકાઇમાં પણ આ વખતે પાણીની આવક સારી થઇ હોવાને કારણે ત્યાથી પણ સતત પાણી છોડવામાં આવી રહ્યું હતું. તેની અસર પણ તાપી નદીમાં દેખાતા કોઝવેને બંધ રાખવામાં આવ્યો હતો. આખરે સપાટી ડાઉન થતા ચાર માસ બાદ કોઝવે ફરિ વાહન વ્યવહાર માટે આજથી ખોલવામાં આવ્યો છે. આમ ચાર મહિના પછી કોઝ વે ધમધમતો થશે.

(10:35 pm IST)