Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

સુરતના યુવકને સરકારી નોકરી અપાવવાનું બહાનું કઢીને આઠ લાખ પડાવનાર બંટી બબલીની જોડીને દિલ્હીથી ઝડપી લેવાઈ

શૈલેષે પોતાની ઓળખ નાયબ કલેક્ટ અને પત્નીની ઓળખ સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સેન્ટરમાં નોકરી હોવાનું જણાવ્યું

સુરત : પોતાની ઓળખ નાયબ કલેકટર અને પત્નીની સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સેન્ટરમાં સરકારી નોકરી હોવાનું કહી યુવાનને સરકારી નોકરી અપાવવાનું બહાનું કાઢી  8 લાખ પડાવી લેનાર બનટી બબલીની જોડીને કાપોદ્રા પોલીસે ઝડપી પાડી હતી આ મામલે હજી પણ વધારે લોકો છેતરાયા હોય તેવી શક્યતા પોલીસ સેવી રહી છે.

 આ અંગેની વિગત મુજબ સુરતના એ.કે રોડ વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર સોસાયટીમાં રહેતા પરસોતમ વાઘાણીની મુલાકાત વર્ષ 2018 માં શૈલેષ અને અંજુ પટેલ સાથે થઈ હતી. દરમિયાન શૈલેષે પોતાની ઓળખ નાયબ કલેક્ટ અને પત્નીની ઓળખ સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સેન્ટરમાં નોકરી હોવાનું જણાવ્યું હતું. આ દંપતીએ પોતાની ગાંધીનગરમાં સારી ઓળખાણ હોવાનું કહી પરસોતમભાઈને વિશ્વાસમાં લીધા હતા.

  પરષોતમભાઈના પુત્રને સરકારી નોકરી અપાવવાનું તથા એન.સી.આર.ટી કીટ અપાવવાનું કહી અલગ અલગ સમયે રૂ 8 લાખ લઈ લીધા હતા. જો કે રૂપિયા આપી દીધા બાદ કોલ લેટર આજે આવશે, કાલે આવશે કહી બહાના કાઢતા હતા. આખરે પરસોતમ ભાઈને પોતે ઠગના હાથે છેતરાઈ ગયા હોવાની ગંઘ આવી ગઇ હતી. જેથી તેઓએ કાપોદ્રા પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે બંટી બબલીને દિલ્હીથી ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા. હાલ અગાઉ કોઈને છેતર્યા છે કે કેમ તે અંગે પોલીસે બન્ને ની પૂછપરછ શરૂ કરી હતી.

(10:05 pm IST)