Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

સુરતના હજીરાના મોરા ગામમાંથી ડેન્ગ્યૂનો બોગસ રિપોર્ટ આપતી લેબોરટીનો પર્દાફાશ

સામાન્ય તાવના દર્દીઓને પણડેન્ગ્યૂના રિપોર્ટ આપી દેવામાં આવતાં હોવાનો ભાંડો ફૂટ્યો

સુરત : સુરતના હજીરા વિસ્તારના મોરા ગામમાંથી ડેન્ગ્યુના બોગસ રિપોર્ટ આપતી લેબોરેટરી ઝડપાઈ છે  સમગ્ર કૌભાંડમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

 રાજ્યમાં ડેગ્યુંના દર્દી માં સતત વધારો થઇ રહ્યો હતો. જેને પગલે સરકારની ચિંતા વધી હતી ત્યારે વડોદરા ખાતે એક લેબ ના રિપોર્ટમાં દર્દીને ડેંગ્યૂ નહિ હોવા છતાંય રિપોર્ટ આપીને કામની કરતા હોવાની વાત સામે આવી હતી ત્યાર બાદ સરકાર દ્વારા ડેંગ્યુના રિપોર્ટનું કોર વેરિફિકેશન કરવાનું શરુ કરવામાં આવ્યુ હતું ત્યારે સુરત ના હજીરા વિસ્તાર માં આવી એક લેબના રિપોર્ટ માં ચેડાં કારિયા હોવાની વિગત સામે આવી હતી. શહેરમાંડેન્ગ્યૂના દર્દીઓની સંખ્યામાં વધારો થવાની સાથે સાથે સામાન્ય તાવના દર્દીઓને પણડેન્ગ્યૂના રિપોર્ટ આપી દેવામાં આવતાં હોવાનો ભાંડો ફૂટ્યો છે.

 હજીરા વિસ્તારના મોરા ગામમાં આવેલી XLS લેબોરેટરીમાં કોઈપણ તાવ આવતો હોયડેન્ગ્યૂનો રિપોર્ટ આપી દેવામાં આવતો હતો. જે પણ રિપોર્ટ કરવામાં આવે તેમાંડેન્ગ્યૂના પ્લેટલેટ કાઉન્ટ ઓછા દર્શાવવામાં આવતાં હતાં. જેથી એકએલએસ લેબોરેટરીના રિપોર્ટનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવતાં લેબ દ્વારા કૌભાંડ ચલાવવામાં આવી રહ્યાનું સામે આવ્યું હતું.

(9:55 pm IST)