Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

દરેક ઉદ્યોગ ગૃહમાં નવી પેઢીનું આગમન: સમય સાથે ઉદ્યોગોમાં બદલાવ જરૂરી:ટેક્નોલોજી સાથે ચાલવું પડશેઃ વિજયભાઈ રૂપાણી

અમદાવાદમાં યુવાન ઉદ્યોગ સાહસિકોને પ્રેરિત કરવા અને બિરદાવવા માટે વાયબ્રન્ટ યંગ ઈન્ડિયા કાર્યક્રમ યોજાયો

 

અમદાવાદઃ આજે દરેક ઉદ્યોગ ગૃહમાં નવી પેઢી આવી ગઈ છે. સમય સાથે ઉદ્યોગોમાં બદલાવ જરૂરી છે, ટેક્નોલોજી સાથે ચાલવું પડશે તેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદમાં યુવાનો ઉધોગ સાહસિક બને તે દિશામાં આગળ વધવાના પ્રયાસના ભાગ રૂપે મુખ્યમંત્રીની અધયક્ષતામાં યોજાયેલ 'વાઇબ્રન્ટ યંગ ઇન્ડિયા કાર્યક્રમ'માં કહ્યું હતું

પ્રસંગે મુખ્ય સચિવ જે.એન. સિંઘે જણાવ્યું કે, ગુજરાતીઓના લોહીમાં વેપાર છે ત્યારે વેપાર થકી વિકાસ કરવાના પ્રયાસમાં યુવાનોએ તેમનું યોગદાન આપવું જોઈએ. રોબોટીક્સ, શીપીંગ, સ્કિલ ડેવ્લોપમેન્ટ જેવા અનેક ક્ષેત્રોમાં યુવાનો આગળ વધ્યા છે.

  આવતા વર્ષે જાન્યુઆરી, 2019માં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજાવાની છે ત્યારે દેશના યુવાન ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદ ખાતે રાજ્ય સરકાર દ્વારા 'વાયબ્રન્ટ યંગ ઇન્ડિયા કાર્યક્રમ'નું આયોજન કરાયું હતું. કાર્યક્રમાં દેશભરના યુવાન ઉદ્યોગ સાહસિકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. દેશના અનેક જાણીતા ઉદ્યોગગૃહોના યુવાન ઉદ્યોગ સાહસિકોએ કાર્યક્રમમાં ભાગ લઈને પોતાના વિચારો પણ વ્યક્ત કર્યા હતા

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ યુવાન ઉદ્યોગકારોનો સંબોધતા જણાવ્યું કે, "આજે જ્યારે નવી પેઢીએ બધું સંભાળી લીધું છે ત્યારે નવા વિચારો સાથે તાલમેલ સાધવાની જરૂર છે. યુવાનો જે રીતે સારું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેને પ્રોત્સાહન મળવું જોઈએ. વાયબ્રન્ટ ગુજરાત એક ગ્લોબલ પ્રોજેક્ટ છે. મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં નવી પેઢી આગળ જઈ રહી છે. સમયની સાથે ઉદ્યોગોમાં બદલાવ જરૂરી છે. ટેકનોલોજી સાથે ચાલવું ચાલીશું તો સફળતા હાથ લાગશે. જે લોકો સમય સાથે પરિવર્તન કરે છે તે આગળ જાય છે. જૂની પેઢીઓએ શૂન્યમાંથી સર્જન કર્યુ છે. તમારે સમય સાથે આગળ વધતા રહેવું પડશે. હવે કોઈ મોનોપોલી રહી નથી, દિવસે ને દિવસે  સ્પર્ધા વધી રહી છે."

(12:35 am IST)