Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

વાપીમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી : 3થી વધુ ફાયર-ફાઈટરો ઘટનાસ્થળે

જ્વલનશીપ પદાર્થના કેરબા હોવાને કારણે વિસ્ફોટો શરૂ થતા અફરાતફરી

વલસાડઃ વાપીમાં એક ભંગારના ગોડાઉમાં ભીષણ આગ ભભુકતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ડુગરા કોલોની વિસ્તારમાં આવેલા આ ભંગારના ગોડાઉનમાં કેમિકલ તેમજ અન્ય જ્વલનશીલ પદાર્થનો ભંગાર હોવાથી આગ વધુ વિકરાળ બની હતી. ઘટના અંગે જાણ કરાતા વાપી GIDC, વાપી ટાઉન અને સેલવાસના 3થી વધુ ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા કવાયત શરૂ કરી હતી.

  જાણવા મળતી વિગત મુજબ ડુંગરી વિસ્તારમાં કેમિકલ અને જ્વલનશીલ પદાર્થોના એક ભંગારના ગોડાઉનમાં અચાનક જ આગ ફાટી નિકળી હતી.અને જોત-જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.ભંગારના ગોડાઉનમાં જ્વલનશીપ પદાર્થના કેરબા પડેલા હોવાને કારણે તેમાં વિસ્ફોટો શરૂ થયા હતા જેના કારણે આગ ઝડપથી પ્રસરી હતી.

 ગોડાઉનમાં પડેલા તમામ પદાર્થોને આગે ઝપટમાં લેતા ધૂમાડાના ગોટે-ગોટા ઉડવાનું શરૂ થયું હતું. ધૂમાડાને જોતાં જ લોકોનાં ટોળે-ટોળા આગ ક્યાં લાગી છે તે જોવા માટે દોડી આવ્યા હતા.

(11:38 pm IST)