Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

સુરતના હજીરા વિસ્તારમાં કેમિકલ ભરેલું ટેન્કર પલટી જતા ડ્રાઈવરને ગંભીર ઇજા

ટેન્કર પલટતા લોકોમાં નાસભાગ :કેમિકલ રસ્તામાં ઢોળાયું :ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી

સુરતના હજીરા વિસ્તારમાંકેમિકલ ભરેલું ટેન્કર પલટી જતા ડ્રાઈવર ગંભીર રીતે ઘવાયો છે. ઈજાગ્રસ્ત ડ્રાઈવરને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. જ્યારે કે ટેન્કરમાંથી કેમિકલ રસ્તા ઉપર ઢોળાયું હતુ. કેમિકલનું ટેન્કર પલટતા લોકોમાં નાસભાગ મચી હતી.

  બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ અને હજીરા પોલીસે ઘટનાસ્થળે જતી જઈ સ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો

અત્રે ઉલેલ્ખનીય છે કે આજે વહેલી સવારે થયેલા બાઈક અકસ્માતમાં એક યુવાનનો જીવ ગયો હતો. હજીરા રોડ પર એક દિવસમાં અકસ્માતની બીજી ઘટના બની છે.

(10:36 pm IST)