Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

લીમખેડાના અગારા ગામે ધોરણ 10માં અભ્યાસ કરતી છાત્રાનો શાળાના ટોયલેટમાં ગળેફાંસો ખાઈ આપઘાત

દાહોદ :લીમખેડા તાલુકાની અગારા ગામની કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં ધો.10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ શાળાના ટોયલેટમાં પાઈપ સાથે ઓઢણી બાંધ ગળેફાંસો ખાઈ લઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે

 આ અંગે જાણવા મળતી વિગત મુજબ દાહોદના લીમખેડા તાલુકામાં અગારા ગામે કસ્તુબા ગાંધી વિદ્યાલયમાં આ નિવાસી શાળામાં કુન્લી ગામના ભેમાભાઈની પુત્રી પ્રિયંકા ધો. 10માં અભ્યાસ કરે છે.સાંજના છ વાગ્યાના સુમારે બાલીકાઓને જમાડવામાં આવી હતી.વિદ્યાલય રોજિંદા સમય અનુસાર હાજરી પુરવામાં આવી રહી હતી. આ સમય દરમિયાન વિદ્યાર્થિની પ્રિયંકાનું નામ બોલવામં આવતા પ્રિયંકા આ સમયે હાજર ન હોવાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

 શાળામાં શોધખોળ બાદ કોઈ પત્તો ન લાગતા સૌ ચિંતામાં મુકાઈ ગયા હતાં. આ દરમિયાન શાળાની આસપાસ છાત્રાઓ તપાસ કરતા ટોયલેટ પાસે પાઈપ સાથે ઓઢણી બાંધી ગળાફાંસો ખાધેલી મૃત હાલતમાં મળી આવતા શાળા પરિવાર ચોંકી ઉઠયો હતો. શાળામાં વિદ્યાર્થિનીના મોતને પગલે પંથકમાં શિક્ષણ વિભાગમાં આ કિસ્સો ટોક ઓધ ધ ટાઉન રહ્યો હતો. બનાવ સંદર્ભે શાળાના આચાર્યે ચંદાબહેન પર્વતભાઈ બારીયાએ લીમખેડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(10:01 pm IST)