Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

નડિયાદમાં દબાણ હટાવ કામગીરી શરૂ:લારી-ગલ્લાવાળાને દૂર કરવામાં આવ્યા

નડિયાદ:નગરપાલિકા દ્વારા આજે દબાણ હટાવવાનો બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. જેમાં મીલ રોડ પરથી લારી-ગલ્લાં હટાવવા માટે પાલિકાના કર્મચારીઓ પહોંચ્યા હતા. બીજીતરફ નડિયાદ નગરપાલિકા દ્વારા પાક્કા દબાણો સામે કાર્યવાહીનો અભાવ ઉડીને આંખે વળગી રહ્યો છે. તેમજ પાક્કા દબાણો સામે કાર્યવાહીમાં નગરપાલિકા ક્યાંક ઉણી ઉતરી રહી હોવાનું સ્થાનિકો અનુભવી રહ્યાં છે.

શહેરના અનેક વિસ્તારોમાં ઉભા થઈ રહેલા કોમ્પલેક્ષો અને પાક્કા બાંધકામો ઉપરાંતના નાના-મોટા પાક્કા દબાણો હટાવવામાં નગરપાલિકા તંત્ર પીછેહઠ કરી રહી છે. બીજીતરફ લારી-ગલ્લાં સામે તવાઈ બોલાવતા પાલિકા દ્વારા વ્હાલા-દવલાંની નીતિ અપનાવાઈ રહી હોવાના આક્ષેપ સ્થાનિકો કરી રહ્યાં છે. સામાન્ય લોકોની રોજી છીનવાઈ જતાં તેઓ આર્થિક રીતે અસક્ષમ બની રહ્યાં હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. ત્યારે નગરપાલિકા તંત્રની નીતિ સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

 

 

(5:28 pm IST)