Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

સુરત : કલાસીસમાં લાગેલી ભયાવહ આગમાં ૧૦ બાળકોને બચાવનાર પ્રતિભાશાળી શિક્ષિકા પ્રિતી મેડમનું સારવાર દરમિયાન કરૂણ મોત

પોલીસે ટયુશન કલાસીસના સંચાલક સામે આઇપીસી ૩૦૪ મુજબ ગુનો નોંધ્યો : ગમગીની

સુરત તા. ૨૯ : વેસુમાં આગમ આર્કેડમાં આગ ભભૂકી ઉઠ્યા બાદ એક તરફ ભાગદોડ મચેલી હતી. શરૂઆતમાં કેટલાક વિદ્યાર્થીઓને સહીસલામત બહાર કાઢી લેવાયા હતા કેટલાક બાળકોને બહાર કાઢી શકાયા ન હતા. ત્યારે તમામ શિક્ષકો વહેલી તકે બહાર નિકળવાનો રસ્તો શોધી રહ્યા હતા. ત્યારે ટ્યુશન કલાસમાં જ નાના નાના બાળકોને ભણાવી રહેલા શિક્ષિકા પ્રિતીબેન નયનભાઈ પટેલનું મન બાળકોને એકલા છોડીને બહાર નિકળવા માટે માન્યુ ન હતું અને તેમણે લગભગ ૧૩ જેટલા બાળકોને પ્રોત્સાહન આપવાની સાથે બહાર નિકળવાનો રસ્તો શોધવા માંડ્યા હતા અને લગભગ ૧૦દ્મક વધુ બાળકોને જીવના જોખમે પણ બહાર કાઢ્યા હતા.

પરંતુ આખરે તેઓ પોતે બેભાન થઈ ઢળી પડ્યા હતા. ત્યાર બાદ તેમને બહાર કઢાયા હતા. છેલ્લે બહારકઢાયેલું બાળક મંથન તો બચી શકયુ ન હતું પણ બાળકો સામે ઉભેલા મોતને માત આપ્યા બાદ પ્રિતી પટેલ પોતે મોત સામે ઝઝુમી રહ્યા હતા. બાળકોને બચાવનાર પ્રિતીબેન આખરે મોત સામે જીતી શકયા નહી અને ગઇકાલે રાત્રે તેમનું સારવાર દરમિયાન મોત નિપજયું છે.આગમ આર્કેડમાં આગ પ્રકરણમાં ગુંગળામણથી એક બાળક અને મહિલાનું મોત નિપજવાના બનાવમાં ટીચરના પણ મોત બાદ આખરે ૪૮ કલાક બાદ ટ્યૂશન સંચાલક સામે ગુનો દાખલ કર્યો છે. જેમાં પોલીસે સરકાર તરફે ટ્યૂશન સંચાલક અને તપાસમાં જેની બેદરકારી સામે આવે તેની વિરુદ્ઘ આઇપીસી ૩૦૪ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

(3:38 pm IST)