Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

શિયાળાની શરૂઆતમાં લીલા શાકભાજીની આવકમાં જબરો વધારો : ભાવ તળિયે :ખેડૂતોની હાલત કફોડી

શાકભાજીના ભાવ ઘટતા ગૃહિણીઓમાં હાશકારો :ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો

અમદાવાદ :શિયાળાની શરૂઆત થતાં જ લીલી શાકભાજીની આવકમાં ઘરખમ વધારો થતા શાકભાજીના ભાવો તળીયે ગગડ્યા છે છેલ્લા કેટલાક દિવસોથી શાકમાર્કેટમાં લીલી શાકભાજીની આવક વધી જતાં શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો નોંધાયો છે શાકભાજીનું વાવેતર કરનાર ખેડૂતો શાકભાજી લઈને માર્કેટમાં વેચવા જતાં કોડીના ભાવે શાકભાજી વેચવા મજબુર બનવું પડી રહ્યું છે

 સતત વધતી જતી મોંધવારીની માર વચ્ચે શાકભાજીના હોલસેલ ભાવ ઘટતા ખેડૂતોને ખર્ચ માથે પડી રહ્યો છે ઘણીવાર તો શાકભાજીની આવક વધી જતાં શાકભાજી ખરીદવા વેપારી તૈયાર પણ થતો નથી જેથી ખેડૂતોની હાલત કફોડી થઈ જવા પામી રહી છે

 . લીલી ડુંગળી, રીંગણ, મરચાં, ફુલાવર જેવા શાકભાજીના ભાવો તળીએ જતાં રહ્યાં છે. ત્યારે શાકભાજીનું ઉત્પાદન કરતાં ખેડૂતોને પણ નુકશાની વેઠવી પડી રહી છે. તો બીજી તરફ શાકભાજીના ભાવમાં ઘટાડો થતાં ગૃહીણીઓને હાશકારો થયો છે

(1:08 pm IST)