Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

દહેજની જીએફએલ કંપનીમાં રાત્રે કેમિકલ લીકેજ :ચાર કામદારોને અસર :દોડધામ

લાઇન માંથી લીકેજ નાં પગલે કેમિકલ વછુંટતા 3 થી કામદારોને અસર થતા હોસ્પિટલમાં ખસેડાયા

દહેજમાં આવેલી જી. એફ.એલ. કંપનીમાં રાતે ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન કેમિકલ લીકેજ થતા 4 કામદારોને અસર થતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા

  મળતી વિગત મુજબ દહેજની જીએફએલ કંપનીમાં બુધવારે રાતે ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી. જે વેળા પાઇપલાઇન માંથી કેમિકલ લીકેજ થતા તેનાં પગલે પ્લાન્ટમાં કામ કરી રહેલા 4 કામદારોને તેની અસર પોહચતા દોડધામ મચી ગઇ હતી. કેમિકલ લીકેજ થી અસર પામેલા ચારેય કામદારો ને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતાં.

 ઘટના અંગે કંપનીના વી.પી. સુનિલ ભટ્ટે જણાવ્યું હતુ કે, લાઇન માંથી લીકેજ નાં પગલે કેમિકલ વછુંટતા 3 થી કામદારોને અસર પોહચી હતી.જેઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવતાં તેમની હાલત સામાન્ય છે. કોઈ ગંભીર કે મોટી ઘટના બની નથી.

 કેમિકલ ક્યુ હતુ તે અંગે ની વિગતો બહાર આવી નથી. જોકે ગેસ ગળતર થયાની વાતે ભારે અફરાતફરી મચી જવા સાથે તંત્ર અને પોલીસ દોડતી થઈ ગઇ હતી. ક્યાં કારણોસર પાઇપલાઈનમાંથી લીકેજ થયુ તેં અંગે ઇન્ડસ્ટ્રીયલ એન્ડ સેફ્ટી હેલ્થ તેમજ જીપીસીબી એ વધું તપાસ હાથ ધરી છે.

(12:20 pm IST)