Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

અમદાવાદ : ડાન્સ શોમાં બોલાવી લોકોને સેકસ ટ્રેપમાં ફસાવતી ગુજરાતી સિંગરની ધરપકડ

પીડિતનો નગ્ન વીડિયો વાઇરલ કરવાની આપતા ધમકી

અમદાવાદ તા. ૨૯ : ચાંદલોડિયાના ગાયત્રીનગરમાંથી ગુજરાતી આલ્બમ સોન્ગની ડાન્સર, સિંગર અને એકટર સંજના પરમાર અને તેના પ્રેમી મોઈન અલીની બુધવારે રામોલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ બંને પર આરોપ છે કે બંનેએ નવ જેટલા લોકોને ફોસવાલીને સંજનાનો પ્રાઈવેટ ડાંસ શો જોવા માટે એકલા બોલાવ્યા. બાદમાં તેમને લૂંટી લીધા હતા. દરેક લોકો સાથે તેમણે મારપીટ કરી અને તેમના કપડા કાઢી નાખ્યા. બાદમાં તેમનો વીડિયો ઉતારીને આ વાત કોઈને કહેશે તો વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી સેકસ માણવા આવ્યા હતા તેવા આરોપ ફસાવી દેશે.

પોલીસે જણાવ્યું કે તેઓ હાલમાં ત્રીજા આરોપીને શોધી રહ્યા છે અને ટૂંક જ સમયમાં તેને પકડી લેશે. ઝોન-૫ના ડીસીપી હિમકર સિંહે જણાવ્યું કે, સંજના જે પરિણીત છે અને બે બાળકોની માતા છે. તેના બે સાથીઓની મદદથી પીડિતના કપડા કાઢીને વીડિયો બનાવતી અને તેમની પાસે જબરજસ્તી બોલાવતી કે તેઓ અહીં પોતાની જાતે સેકસ માણવા આવ્યા છે અને સ્થાનિકોએ તેમને ઝડપી લીધા છે.

ડીસીપીએ ઉમેર્યું કે, તેઓ પીડિતને ધમકાવતા હતા કે જો તેઓ ફરિયાદ કરવા માટે પોલીસ પાસે જશે તો તેમનો વીડિયો વાઈરલ કરી દેવામાં આવશે. અમે પીડિતો પાસેથી લૂંટાયેલું સોનું, કેશ અને વીડિયો રિકવર કર્યા છે. અમને શંકા છે કે આ ટૂકડી અન્ય કોઈ ગુનામાં પણ સંડોવાયેલી હોઈ શકે છે.

પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, સંજના જયાં પણ સ્ટેજ શો માટે જતી ત્યાંથી આધેડ ઉંમરના પૈસાદાર લોકોને પસંદ કરતી અને તેમના ફોન નંબર મેળવી લેતી. બાદમાં તે આ લોકોને ફોન કરીને પોતાનો ડાન્સ શો જોવા માટે આમંત્રણ આપતી હતી. બાદમાં પોતાના પ્રેમી મોઈન અલી સાથે મળીને તેમને લૂંટી લેતી. સીનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં સંજના અને તેના પ્રેમીએ કબૂલ્યું છે કે તેમણે અંદાજિત ૯ જેટલા લોકોને શિકાર બનાવ્યા છે. અમને શંકા છે કે તપાસ દરમિયાન વધારે લોકો સામે આવી શકે છે.

સીનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સંજનાએ થોડા સમય પહેલા અલી વિરુદ્ઘ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી હતી. જોકે સમય જતા બંને પ્રેમમાં પડી ગયા. સંજનાનો પતિ બેરોજગાર છે આથી પોતાના બાળકોને ઉછેરવા સંજનાએ પ્રેમી સાથે મળીને લોકોને લૂંટવાનું શરૂ કર્યું.

(11:42 am IST)
  • જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આર્જેન્ટિના જવા રવાના : સંમેલનના વિભિન્ન સત્રો દરમિયાન પીએમ મોદી અનૌપચારિક રીતે બ્રિક્સ બેઠક ઉપરાંત કેટલાય વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે access_time 1:17 am IST

  • અફઘાનિસ્તાન: કાબુલમાં બ્રિટેનની સુરક્ષા સંસ્થાના પરિસરમાં બોમ્બ વિસ્ફોટ :વિસ્ફોટમાં 10નાં મોત, 19 લોકો ઇજાગ્રસ્ત :તંત્ર દ્વારા ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા access_time 1:58 pm IST

  • મુંબઈ : મરાઠા અનામતને લઇને હવે પંકજા મુંડે પણ મેદાને :સમિતિના સભ્ય ન હોવા છતાં પેટા સમિતિની બેઠકમાં પહોંચ્યા પંકજા મુંડે :કુણબી સમાજની અનામતને આંચ ન આવે તેવી માંગ : મરાઠા સમાજને અનામતથી નારાજ નથી : પંકજા મુંડે access_time 3:08 pm IST