Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

સુરત: સરથાણામાં પાસ કન્વિનર ધાર્મિક માલવીયા જામીનમુક્ત એકતા યાત્રા વેળાએ પીએમ, સીએમ અને ડેપ્યુટી સીએમના પોસ્ટર પર શાહી ફેંકવાનો ગુનો

સુરત: સુરતના પાસ કન્વિનર ધાર્મિક માલવિયા જામીન મુક્ત થયો છે ધાર્મિક માલવિયા સહિત પાસ કાર્યકર યોગેશ કુંભાણી, આકાશ વાટલીયા, મૌલિક નસીત, મહેન્દ્ર બાલધા અને તુષાર કાછડીયાની ધરપકડ કરાઇ હતી પીએમ અને સીએમના પોસ્ટર પર શાહી ફેંકવા તેમજ સરકારી સંપતિને નુકસાન અને રાયોટીંગના ગુનામાં સરથાણા અને પુણા પોલીસે ધરપકડની કાર્યવાહી કરી હતી. હાલમાં ધાર્મિક માલવીયાને જામીન  મળી ગયા છે.

 

  ધાર્મિક માલવીયાની ધરપકડને લઇ અમરેલીના બે ધારાસભ્યો વરાછા પોલીસ મથકે પહોંચી ગયા હતા બીજી બાજુ લાઠી-બાબરાના MLA વિરજી ઠુમ્મરે નિવેદન આપતા જણાવ્યું હતું કે પાટીદાર યુવાનોને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પાટીદાર યુવાનો સરદારના સંતાનો છે. અમે અલ્પેશ કથીરિયાના પરિવારને મળ્યા છીએ તો સરકારે કેસ પાછા ખેંચ્યા હોવાની સાચી વાત ક્યાંથી કરે છે. સરકારે પાટીદારો પરના કેસ પાછા ખેંચ્યા નથી

(12:34 am IST)