Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

સેવાની અનોખી સિદ્ધિ : રાજ્યમાં પ્રથમ વખત ડોનેટ લાઈફ દ્વારા એક સાથે સૌથી વધુ અંગોનું દાન કરાય

ડોનેટ લાઈફ દ્વારા 371 કિડની, 151 લીવર,8 પેન્ક્રીઆસ, 29 હૃદય, 8 ફેફસાં અને 274 ચક્ષુઓ કુલ 841 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 774 વ્યક્તિઓને નવુંજીવન આપવામાં સફળતા

સુરત : સુરતથી અમદાવાદનું 272 કિ.મીનું અંતર 130 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ બોરસદ (આણંદ)ના 39 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં, સુરતથી મુંબઈનું 269 કિ.મીનું અંતર 110 મિનિટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ દહાણુંના રહેવાસી 44 વર્ષીય વ્યક્તિમાં મુંબઈની સર એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં કરવામાં આવ્યું. જયારે કિડની, લિવર અને પેન્ક્રીયાસનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRCમાં કરવામાં આવશે.

હ્ર્દય અને ફેફસાં સમયસર અમદાવાદ અને ચેન્નાઈ પહોંચાડવા માટે આયુષ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગને ગ્રીનકોરીડોર બનાવવા માટે સુરત શહેર પોલીસનો સહકાર સાંપડ્યો હતો. એજ રીતે કિડની, લિવર અને પેન્ક્રીયાસ અમદાવાદની (IKDRC) મોકલવા માટે આયુષ હોસ્પિટલથી અમદાવાદ IKDRC હોસ્પિટલ સુધીના 259 કિ.મિ. ના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 371 કિડની, 151 લીવર,8 પેન્ક્રીઆસ, 29 હૃદય, 8 ફેફસાં અને 274 ચક્ષુઓ કુલ 841 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 774 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

કોવિડ 19 ની મહામારી દરમિયાન આખા દેશમાં અંગદાનની પ્રવૃત્તિમાં ખુબજ ઘટાડો થયો છે. ત્યારે સુરતથી ડોનેટ લાઈફ દ્વારા આ સમય દરમિયાન 12 કિડની, 6 લિવર, 4 ફેફસા, 3 હૃદય, 1 પેન્ક્રીયાસ અને 10 ચક્ષુઓનું દાન કરાવવામાં આવ્યું છે.

(11:19 pm IST)