Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

અમદાવાદ સોલા સિવિલના RMO ઉપેન્દ્ર પટેલ અને ડૉ,શૈલેષ પટેલને.8 લાખની લાંચ લેતા ઝડપાયા

કોવીડ દર્દીઓને જમવાનું પૂરું પાડતા કોન્ટ્રાક્ટરનું 1,18 કરોડનું બિલ પાસ કરવા લાંચ માંગી હતી: એસીબીના છટકામાં સપડાયા

અમદાવાદ : કોવિડ દર્દીઓને ચા,પાણી અને જમવાનું પૂરું પાડતા કોન્ટ્રકટરનું 1.18 કરોડનું બિલ પાસ કરવા સોલા સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરો દ્વારા 8 લાખની લાંચ માંગવામા આવી હતી. એસીબીની ટિમે લાંચની રકમ સ્વીકારતા સોલા સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર અને ઇન્ચાર્જ આરએમઓ ઉપેન્દ્ર પટેલ અને ડૉ,શૈલેષ પટેલને છટકું ગોઠવી ઝડપી લીધા છે.

સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ અને સ્ટાફને ચા, નાસ્તો,પાણી અને જમવાનું ઓર્ડર મુજબ પૂરું પાડતા કોન્ટ્રેકટરનું 1.18 કરોડનું બિલ પાસ થયું ન હતું. આ રકમ મેળવવા માટે કોન્ટ્રકટરે બિલ પાસ કરવા માટે આરએમઓ ઉપેન્દ્ર પટેલ અને ડૉ,શૈલેષ પટેલને સહી કરવા જણાવ્યું હતું.

બન્ને આરોપીઓએ શરૂમાં બિલની રકમના 30 ટકા લાંચ પેટે માંગી હતી. તે પછી રકઝક બાદ 16 ટકા લાંચની રકમ નક્કી થઈ હતી. જે પેટે રૂ.10 લાખની રકમ બે હપ્તામાં આરોપીઓએ લીધી હતી. બાકીની રૂ.6 લાખની લાંચ તેમજ ફરિયાદી કોન્ટ્રાકટરના ભાઈની કેન્ટીનનું ટેન્ડર પાસ કરવા બીજા 2 લાખ માંગ્યા હતા.

ફરિયાદીએ આ અંગે એસીબીમાં ફરિયાદ કરતા છટકું ગોઠવવામાં આવ્યું હતું. દરમિયાનમાં બન્ને આરોપીઓ લાંચની રૂ.8 લાખની રકમ સ્વીકારતા પકડાઈ ગયા હતા. એસીબીએ આરોપી આરએમઓ ડૉ, ઉપેન્દ્ર ગોપાલ પટેલ અને ડૉ, શૈલેષ ચેલાભાઈ પટેલને અટક કરી બન્નેનો કોવિડ ટેસ્ટ કરાવવા કાર્યવાહી કરી છે.

(10:10 pm IST)