Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

મોડાસા નેશનલ હાઇવે નજીકથી પોલીસે બાતમીના આધારે ટ્રકમાં લવતો 12 લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

મોડાસા: નેશનલ હાઈવે નં.૮ ના વાંટડા ટોલ પ્લાઝા નજીકથી પસાર થતી રાજસ્થાન પાસીંગની આઈશર ટર્બો ટ્રકમાં ભરેલા ૩૫૦ ખાલી કેરેટની આડમાં છુપાવી રાજયમાં ઘુસાડાતા રૂ.૭,૬૨,૦૦૦ ની કિંમતના વિદેશી દારૂ-બીયરના જથ્થા સાથે બે પરપ્રાંતીય ઈસમોને ઝડપી પડાયા હતા.જિલ્લા એલસીબી પોલીસે ટ્રકમાં ભરેલ ૪૯૮૦ બોટલોના જથ્થા સહિત કુલ રૂ.૧૨,૭૨,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ૩ આરોપી વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવાળીનો તહેવાર હવે નજીકમાં આવી રહયો છે.પરપ્રાંત રાજસ્થાન,હરીયાણામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો દારૂ પ્રતિબંધીત ગુજરાતમાં ઘુસાડવા બુટલેગરો ટાંપીને બેઠા છે જેવી તક મળે કે તુરંત ટ્રકો ભરી રાજયમાં દારૂ મંગાવનાર પણ વધ્યા છે.અને પોલીસ દ્વારા આવો કેટલોય ગેરકાયદેસર જથ્થો જીવના જોખમે ઝડપી પણ પડાય છે.અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસ ઈન્સ્પેકટર આર.કે.પરમાર ને મળેલ બાતમીના આધારે ટીમ દ્વારા નેશનલ હાઈવે પર ના વાંટડા ટોલ પ્લાઝા નજીક નાકાબંધી ગોઠવવામાં આવી હતી.દરમ્યાન રાજસ્થાન તરફથી આવી રહેલ ગાડીને અટકાવી ચેકીંગ હાથ ધરાયું હતું.આ આઈશર ટર્બો ગાડી ના પાછળના ભાગે ખાલી કેરેટ ભરેલા હતા.

(5:47 pm IST)
  • માનહાની કેસ : ભાજપ અગ્રણી કપિલ મિશ્રાએ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની બિનશરતી માફી માંગી : ફરીથી એવું નહીં થાય તેવી ખાતરી આપ્યા પછી કેસ માંડવાળ કરાયો : 2017 ની સાલમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને 2 કરોડ રૂપિયાની લાંચ આપ્યાનો આક્ષેપ કર્યો હતો access_time 5:48 pm IST

  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ચૂંટણી પ્રચારમાંથી ગાંધીનગર આવવા રવાનાઃ ૩.૩૦ વાગ્યે ગાંધીનગર પહોંચી પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલના નિવાસસ્થાને જઇ શ્રધ્ધાંજલી પાઠવશે access_time 3:21 pm IST

  • આતંકવાદ સામેની લડાઈમાં ભારત ફ્રાન્સની સાથે છે : ફ્રાન્સના ચર્ચ ઉપર થયેલા આતંકી હુમલા બાબતે વડાપ્રધાન શ્રી મોદીનો સ્પષ્ટ અભિપ્રાય : ચાકુથી કરાયેલા હુમલાથી માર્યા ગયેલા 3 લોકો પૈકી એક મહિલાનું માથું ધડથી અલગ કરી દેવાયું હતું : ફ્રાન્સમાં છેલ્લા 2 મહિનામાં સતત ત્રીજા હુમલાથી સમગ્ર વિશ્વમાં પ્રકોપ access_time 8:53 pm IST