Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

વડોદરા રેલવે સ્ટેશન ટ્રેક પરથી યુવકની લાશ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી

વડોદરા: શહેરમાં રેલવે સ્ટેશન પર મંગળવારે મોડી રાત્રે પ્લેટફોર્મ નંબર-૧  નજીકથી રેલવે ટ્રેક પર એક યુવકની લાશ મળી આવી હતી. ટ્રેન નીચે કપાઇ જવાથી યુવકનું માથું, ધડ અને હાથ-પગ કપાઇને છૂટા પડી ગયા હતા. રેલવે પોલીસે કપાયેલા અંગોને એકઠા કરીને પોટલામાં ભરીને લાશને પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. 

રેલવે પોલીસને મળેલી પ્રાથમિક માહિતી અનુસાર મૃતકનુ નામમુકેશકુમાર રામેશ્વર રાજહંસ(ઉં.૨૮) હતુ અને તે રેલવેમાં ખલાસી તરીકે નોકરી કરતો હતો તથા નવાયાર્ડ ડી કેબિન નજીક આવેલી રેલવે કોલોનીના સ્ટાફ ક્વાટર્સમાં રહેતો હતો મુકેશ રાજહંસનો મૃતદેહ રેલવેના પ્લેટફોર્મ નંબર-૧ પાસેથી કપાયેલી હાલતમાં મળી આવ્યો હતો. 

(5:41 pm IST)