Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં એડવોકેટ પિતાએ ઘર કંકાસમાં દીકરી પર ચપ્પુથી જીવલેણ હુમલો કરતા પોલીસ ફરિયાદ

વડોદરા:શહેરના પ્રતાપનગર વિસ્તારમાં એડવોકેટ પિતાએ ઘર કંકાસમાં વીડિયો શૂટિંગ કરવા મામલે દીકરીને ચાકુ હુલાવતા મામલો નવાપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો. ફરિયાદના આધારે પોલીસે એડવોકેટ પિતા વિરૂધ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નવાપુરા પોલીસ મથકે તેણે પિતા વિરૂદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે  મારા પિતા અવારનવાર માતા તથા ભાઈ સાથે ઝઘડો કરી મારઝુડ કરતા હોય અગાઉ નવાપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેમ છતાં પણ પરિસ્થિતિ સુધરી નથી. 

ગઈકાલે પિતા તેમની માતા એટલે કે મારી દાદી પાસે મમ્મી વિરુદ્ધ બોલવા માટે દબાણ કરી વિડિયો સૂટ કરતા હતા જેથી મેં પણ તેમનું વિડીયો શુટીંગ કરતાં તેઓએ ઉશ્કેરાઈ જઈ વાળ પકડી" તું મારો વિડીયો કેમ ઉતારે છે "તેમ કહી માર માર્યો હતો અને ફોન આંચકી જમીન પર પછાડ્યો હતો. જેથી હું ફોન લેવા જતા પિતાએ ચાકુ મારા હાથ નીચે મારી દીધું હતું. બનાવના પગલે આસપાસના લોકો દોડી આવતા પિતા ચાકુ ફેકી નાસી છૂટયા હતા. ઇજાગ્રત દીકરીને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડાઇ હતી.

(5:39 pm IST)
  • અમિતભાઈ શાહે ફોન કરી કેશુભાઈ પરિવારજનોને સાંત્વના પાઠવી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કેશુભાઈ પટેલના પરિવારજનોને ફોન કરી શોક વ્યકત કરતાં કહ્યું કે કેશુભાઈએ તેનું સમગ્ર જીવન ગુજરાતની જનતાની સેવામાં સમર્પિત કર્યુ હતું. તેમના પરિવારજનોને સાંત્વના પાઠવું છું. access_time 4:01 pm IST

  • ' તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા ' ટોપ 5 ની રેસમાંથી બહાર :' સાથ નિભાના સાથિયા 2 ' ની ધમાકેદાર એન્ટ્રી : પ્રીમિયર એપિસોડથી જ ટોપ 5 માં સ્થાન મેળવી લીધું : ' છોટી સરદારની ' પણ ટોપ 5 માંથી બહાર : ' ગૂમ હૈ કિસીકે પ્યારમેં ' ની ટોપ 5 માં એન્ટ્રી : 17 થી 23 ઓક્ટોબર સુધીની છેલ્લી ટીઆરપી access_time 6:15 pm IST

  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ચૂંટણી પ્રચારમાંથી ગાંધીનગર આવવા રવાનાઃ ૩.૩૦ વાગ્યે ગાંધીનગર પહોંચી પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલના નિવાસસ્થાને જઇ શ્રધ્ધાંજલી પાઠવશે access_time 3:21 pm IST