Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

વડાપ્રધાન નરેન્દ્રભાઇના આગમન પહેલા સુરક્ષાનો હવાલો સાંભળનાર 10 જવાનોને કોરોના પોઝિટિવ

દસ જવાનને રાજપીપળા ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી આવતીકાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી કેવડિયા કોલોની ખાતે સી પ્લેનમાં જવાના હોવાથી ત્યાં સુરક્ષાનો હવાલો સંભાળતા જવાનોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. એક્તા પરેડ ગ્રાઉન્ડ ખાતે જવાનોનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા દસ જવાન કોરોના પોઝિટિવ હોવાનું જણાતા વહીવટીતંત્ર હરકતમાં આવી ગયુ હતુ.

 કોરોના પોઝિટિવ થયેલા દસ જવાનને રાજપીપળા ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કોરોનાના વ્યાપને જોતાં આવતીકાલે વડાપ્રધાન મોદીના આગમને પૂર્વે પણ સુરક્ષામાં હાંસલ જવાનો અને વહીવટીતંત્રના કર્મચારીઓનો વધુ એક ટેસ્ટ કરવામાં આવી શકે છે.

(1:17 pm IST)
  • સૂર્યકુમાર અને બુમરાહને લીધે મુંબઇ પહોંચ્યુ પ્લે-ઓફમાં : ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં સ્થાન ન આપીને પસંદગીકારોએ ભુલ કરી હોવાનો મુંબઇના બેટસમેન કરાવ્યો અહેસાસ, બેન્ગલોરને પાંચ વિકેટથી કર્યુ પરાજિત access_time 2:41 pm IST

  • ' તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા ' ટોપ 5 ની રેસમાંથી બહાર :' સાથ નિભાના સાથિયા 2 ' ની ધમાકેદાર એન્ટ્રી : પ્રીમિયર એપિસોડથી જ ટોપ 5 માં સ્થાન મેળવી લીધું : ' છોટી સરદારની ' પણ ટોપ 5 માંથી બહાર : ' ગૂમ હૈ કિસીકે પ્યારમેં ' ની ટોપ 5 માં એન્ટ્રી : 17 થી 23 ઓક્ટોબર સુધીની છેલ્લી ટીઆરપી access_time 6:15 pm IST

  • અમિતભાઈ શાહે ફોન કરી કેશુભાઈ પરિવારજનોને સાંત્વના પાઠવી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કેશુભાઈ પટેલના પરિવારજનોને ફોન કરી શોક વ્યકત કરતાં કહ્યું કે કેશુભાઈએ તેનું સમગ્ર જીવન ગુજરાતની જનતાની સેવામાં સમર્પિત કર્યુ હતું. તેમના પરિવારજનોને સાંત્વના પાઠવું છું. access_time 4:01 pm IST