Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

મોડી રાત્રે અમદાવાદના ગાંધી ચોક પાસે બે જૂથ વચ્ચે અથડામણ :ચાર લોકો ઘવાયા

પાંચ લોકો સામે એટ્રોસિટી સહિત હત્યાની કોશિષનો ગુનો દાખલ : સામા પક્ષે પણ મારામારીની ફરિયાદ નોંધાવી

અમદાવાદ : મોડી રાત્રે અમદાવાદના ગાંધી ચોક પાસે બે જૂથ વચ્ચે લોહિયાળ અથડામણ થઈ હતી. આ જૂથ અથડામણમાં ચાર વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. પાંચ લોકો સામે એટ્રોસિટી સહિત હત્યાની કોશિષનો ગુનો દાખલ થયો છે સામા પક્ષે પણ મારામારીની ફરિયાદ નોંધાવી છે. હવેલી પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે.

(1:14 pm IST)