Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

ભાજપ શાસિત તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ હોવાના કોંગ્રેસના મનીષ દોશીએ પુરાવા સાથે પત્રકાર પરિષદ યોજી

રશ્મિન ભાજપના નારાજ જૂથનો અગ્રણી હોવાની ચર્ચા

રાજકોટ,તા. ૨૯: નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ ઉપર ચપ્પલ ફેકવાનો મામલે કોંગ્રેસ પ્રવકતા ડો.મનીષ દોશીએ જણાવ્યું છે કે, પોલિસે ધરપકડ કરેલ રશ્મિન પટેલ શિનોર તાલુકા પંચાયતનો પૂર્વ કારોબારી અધ્યક્ષ છે.કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા મનીષ દોશીએ પુરાવા સાથે કરી પત્રકાર પરિષદ સંબોધી હતી.રાજય ચૂંટણી પંચની સત્ત્।ાવાર યાદીમાં તેનું નામ છે તેમ જણાવ્યું હતું. ૨૦૧૦ માં આ થઇ રહી છે. ભાજપના મેન્ડેટ પર જીત્યો હતો તેનો પુરાવો પણ આપ્યોૅં કોંગ્રેસે કહ્યું કે ભાજપે જ તેને કારોબારી અધ્યક્ષ બનાવ્યો હતો. રશ્મિનના પત્ની શિનોર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ હોવાનું જણાવ્યું હતું. ભાજપના જુથવાદના કારણે જુતુ ફેકાયુ હોવાની ચર્ચા થઇ રહી છે. ભાજપના નારાજ મનાતા જુથમા રશ્મિન હોવાની વાતો બહાર આવી છે.  કોંગ્રેસે કહ્યું કે સી. આર. પાટિલ અને વિજયભાઈ રૂપાણી વચ્ચેની ખેંચતાણનો ભોગ નિતીનભાઈ બન્યા છે.

(9:19 am IST)