Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

પેટાચૂંટણીમાં 3 બેઠક પર ભાજપની સ્થતિ નબળી:બીજો ચોંકાવનારો સર્વે

નબળી બેઠકો પર ભાજપના મોટા નેતાઓને પ્રચારની જવાબદારી સોંપાઈ :અગાઉ ચાર બેઠકો પર નબળી સ્થિતિ હોવાનું ખૂલ્યુ હતુ,હવે 3 બેઠકો પર પરિસ્થિતિ ખરાબ હોવાનું તારણ

અમદાવાદ : પેટાચૂંટણીની 8 બેઠકમાંથી 4 બેઠકો પર ભાજપને હારનો સામનો કરવો પડશે તેવો ભાજપનો એક સરવે સામે આવ્યો હતો. ત્યારે હવે ભાજપનો વધુ એક ચોંકાવનારો સરવે સામે આવ્યો છે. ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી મામલે ભાજપે વધુ એક સરવે કર્યો છે.જે મુજબ વિધાનસભા બેઠકોના સરવેમાં 3 બેઠકો પર ભાજપની સ્થિતિ નબળી હોવાનું કહેવાય છે. ધારી, મોરબી અને કરજણ બેઠક પર ભાજપ (bjp) ની સ્થિતિ નબળી હોવાનું સરવેમાં સામે આવ્યું છે. અગાઉ ચાર બેઠકો પર નબળી સ્થિતિ હોવાનું ખૂલ્યુ હતુ, તો હવે 3 બેઠકો પર પરિસ્થિતિ ખરાબ હોવાનું તારણ સામે આવ્યું છે.

ભાજપ દ્વારા કરાયેલા પહેલા સરવેમાં પરિણામ મળ્યું હતું કે, પેટાચૂંટણીમાં ભાજપને ભારે નુકસાન થઈ શકે છે. 8 માંથી 4 બેઠક પર વર્તમાન પરિસ્થિતિમાં ભાજપને ભૂંડી હારનો સામનો કરવો પડી શકે છે. જેમાં લીંબડી, મોરબી, કરજણ, ધારીમાં ભાજપની હાર થઈ શકે છે. અન્ટી ઇન્કમ્બન્સી સહિત સ્થાનિક મુદ્દા ભાજપને નુકસાન કરી શકે છે. ત્યારે આવા નિરાશાજનક પરિણામ બાદ તમામ બેઠકો પર 15 દિવસ બાદ ફરી સરવે કરાશે તેવું નક્કી કરાયું હતું. જેના બાદ બીજા સરવેમાં કરજણ બેઠક પર પણ કપરી સ્થિતિ હોવાનું ખૂલ્યું છે.

અગાઉ ચાર બેઠકો બાદ હવે ત્રણ બેઠકો પર ભાજપની સ્થિતિ નબળી હોવાનું ખુદ ભાજપના સરવેમાં પરિણામ આવ્યું છે. ભાજપ દ્વારા પેટાચૂંટણી પહેલા પ્રકારનો સરવે કરાયો છે. તમને જણાવી દઈએ કે, પેટાચૂંટણીની જાહેરાત બાદ ભાજપનો બીજો સરવે છે. જેમાં 3 બેઠક પર નબળી સ્થિતિ હોવાનું ખૂલ્યુ છે. આવામાં નબળી બેઠકો પર ભાજપના મોટા નેતાઓને પ્રચારની જવાબદારી સોંપાઈ છે તેવું જાણવા મળ્યું છે.

 સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, નબળી બેઠકો પર મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલ, કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ પાસેથી પ્રચાર કરાવવામાં આવી રહ્યો છે. ધારી બેઠક પર પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણીને કારણથી છેલ્લી ઘડીએ પ્રચારના મેદાનમાં ઉતારાયા હતા. મુખ્યમંત્રીના વિશ્વાસુ ધનસુખ ભંડેરી ધારી વિધાનસભાની જવાબદારી સંભાળી રહ્યાં છે. તો મુખ્યમંત્રીના ધર્મપત્ની અંજલિ રૂપાણી પણ મોરબી બેઠક જીતાડવા પ્રચાર કરી રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા કરજણ બેઠકને જીતાડવા સતત કરજણનો પ્રવાસ કરી રહ્યા છે.

(12:23 am IST)
  • આતંકવાદ સામેની લડાઈમાં ભારત ફ્રાન્સની સાથે છે : ફ્રાન્સના ચર્ચ ઉપર થયેલા આતંકી હુમલા બાબતે વડાપ્રધાન શ્રી મોદીનો સ્પષ્ટ અભિપ્રાય : ચાકુથી કરાયેલા હુમલાથી માર્યા ગયેલા 3 લોકો પૈકી એક મહિલાનું માથું ધડથી અલગ કરી દેવાયું હતું : ફ્રાન્સમાં છેલ્લા 2 મહિનામાં સતત ત્રીજા હુમલાથી સમગ્ર વિશ્વમાં પ્રકોપ access_time 8:53 pm IST

  • સૂર્યકુમાર અને બુમરાહને લીધે મુંબઇ પહોંચ્યુ પ્લે-ઓફમાં : ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં સ્થાન ન આપીને પસંદગીકારોએ ભુલ કરી હોવાનો મુંબઇના બેટસમેન કરાવ્યો અહેસાસ, બેન્ગલોરને પાંચ વિકેટથી કર્યુ પરાજિત access_time 2:41 pm IST

  • દેશમાં કોરોનાના કેસનો આંકડો 80 લાખને પાર પહોંચ્યો:નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,597 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 80,34,702 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,03,275 થયા:વધુ 52,087 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 73,09, 532 રિકવર થયા :વધુ 469 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,20,524 થયો access_time 1:00 am IST