Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

ખાનગી શાળા સંચાલકોને વધુ એક ફટકો: સરકાર દ્વારા RTE નીફીની રકમમાં 25 ટકા ઘટાડો કરાયો

રાજ્ય સરકારના નિર્ણંયને એકતરફી ગણાવી શાળા સંચાલકોએ બળાપો ઠાલવ્યો

 

અમદાવાદ : સરકારે ખાનગી શાળા સંચાલકોને વધુ એક ફટકો માર્યો છે સરકાર પોતે શાળા સંચાલકોને આરટીઇ હેઠળ વિદ્યાર્થી દીઠ 10,000 રૂપિયાની ફી આપે છે, તેમા 25 ટકા કાપ સરકારે જાતે કરીને ખાનગી સ્કૂલ સંચાલકોને તે ફી ચૂકવી. જ્યારે વાસ્તવમાં સરકાર અને ખાનગી શાળા સંચાલકો વચ્ચે મુદ્દે તો કોઈ વાત થઈ નથી. સરકારે આમ ફી ઘટાડાનો નિર્ણય પોતાની જાતે લાગુ કર્યો.

અંગે શાળાકીય સંચાલકોએ બળાપો કાઢતા જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના શાળા સંચાલકોએ કોરોનાનાં વિપરીત કાળમાં હકારાત્મક અભિગમ દાખવી સતત શિક્ષણ કાર્ય ચાલુ રાખેલ.વાલીઓને પડેલ મુશ્કેલીમાં સરકાર દ્વારા કરવામાં આવેલ અપીલ અને વિદ્યાર્થીઓ અને સમાજના વિશાળ હિતમાં ગતવર્ષ 2019-20 મુજબની સ્કૂલ ફી લેવી અને વર્ષ 2020-21ની શૈક્ષણિક ફીમાં 25 ટકા જેવો અસહ્ય ઘટાડો સ્વીકાર્યો હતો.

ફી ઘટાડાની સમજૂતીનો ઉદ્દેશ્ય વાલીઓને સહયોગ આપવાનો હતો. પરંતુ સરકાર દ્વારા વર્ષ 2020-21ની RTE નાં વિદ્યાર્થીઓની ફી કે જે ખરેખર નામદાર હાઇકોર્ટના આદેશ મુજબ સરકાર દ્વારા એક વિદ્યાર્થી પાછળ થતાં ખર્ચ મુજબ ચૂકવવાની થાય છે. જે સરકારી આંકડાઓ મુજબ વિદ્યાર્થી દીઠ આશરે 40,000 થી 45,000 જેટલો થાય છે, જેના બદલે સરકાર ફક્ત 10,000 રૂપિયા વિદ્યાર્થી દીઠ ચૂકવે છે, તેમા પણ કાપ મૂકવામાં આવ્યો છે.

તાજેતરના સરકારી પરિપત્ર મુજબ રકમમાં પણ 25 ટકા ઘટાડો કરવા સૂચના અપાઇ છે. મુજબ સ્કૂલને ફક્ત રૂપિયા 7,500 રૂપિયા મળનાર છે.સરકાર દ્વારા સમાજના અનેક વર્ગને આર્થિક સહાય જાહેર થયેલ છે જે ખૂબ સારી વાત છે. શાળા સંચાલકો પણ વર્તમાન પરિસ્થિતિમા ખૂબ આર્થિક મુશ્કેલીઓ ભોગવી રહેલા છે ત્યારે સરકારશ્રી દ્વારા હાઇકોર્ટના આદેશ મુજબ પૂરી રકમ ચૂકવવા ને બદલે ફક્ત રૂપિયા 7,500 ચૂકવવાનો નિર્ણય ખૂબ નિરાશાજનક છે.

ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ નિર્ણયનો વિરોધ કરે છે અને રાજ્ય સરકારને ખાસ આગ્રહ કરે છે કે નામદાર હાઈકોર્ટ નાં આદેશ મુજબ તમામ શાળાઓને પૂરી રકમ ચૂકવે. અંગે સંચાલક મંડળના પ્રમુખ ભરતભાઈ ગાજીપરા, સલાહકાર ડી.વી.મેહતા, ઉપપ્રમુખ જતીનભાઈ ભરાડ, રાજાભાઈ પાઠક, રાજેશભાઈ નાકરણી વગેરે દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે.

(11:36 pm IST)
  • બિહારમાં ૫૫ ટકા મતદાન બિહારમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ૫૫ ટકા આસપાસ મતદાન થયાના પ્રાથમિક અહેવાલો મળે છે access_time 7:55 pm IST

  • અમિતભાઈ શાહે ફોન કરી કેશુભાઈ પરિવારજનોને સાંત્વના પાઠવી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કેશુભાઈ પટેલના પરિવારજનોને ફોન કરી શોક વ્યકત કરતાં કહ્યું કે કેશુભાઈએ તેનું સમગ્ર જીવન ગુજરાતની જનતાની સેવામાં સમર્પિત કર્યુ હતું. તેમના પરિવારજનોને સાંત્વના પાઠવું છું. access_time 4:01 pm IST

  • માનહાની કેસ : ભાજપ અગ્રણી કપિલ મિશ્રાએ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની બિનશરતી માફી માંગી : ફરીથી એવું નહીં થાય તેવી ખાતરી આપ્યા પછી કેસ માંડવાળ કરાયો : 2017 ની સાલમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને 2 કરોડ રૂપિયાની લાંચ આપ્યાનો આક્ષેપ કર્યો હતો access_time 5:48 pm IST