Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

રાજપીપળાના વેપારીના પાકીટની ચિલ ઝડપ કરનાર સુરતના 2 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ:બીજાની શોધખોળ ચાલુ

સુરતના વરાછા રોડના 2 ગઠિયાઓ રાજપીપળામાં આવી ગ્રાહકના સ્વાંગમાં વેપારીના ગલ્લામાંથી પાકીટ લઈ ભાગતા એક ઝડપાઇ ગયો હતો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા રાજરોક્ષી ચાર રસ્તા પાસેની એક સ્પેર પાર્ટ્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં બાઈક લઈ આવેલા 2 ગાંઠિયાઓએ વેપારીની નજર ચૂકવી ગલ્લામાં મૂકેલું પાકીટ પૈસાનું પાકીટ સમજી ઉઠાંતરી કરી ભાગવા જતા લોકોએ એકને ઝડપી મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો બીજો ગઠિયો ભાગવામાં સફળ થયો હોય રાજપીપળા પોલીસે વેપારી લિયકત અલી કાદરીની ફરિયાદના આધારે નિકુંજ ખીમજીભાઈ કાકડીયા અને ફરાર આરોપી કલ્પેશ બલગામીયા (રહે.વરાછા રોડ, સુરત) વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે જ્યારે ફરાર કલ્પેશને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

(10:17 pm IST)